કોઇ સરકે છે. કોઇ ટહેલે છે.
કોઇ ધસમસ શ્વાસે દોડે છે.
કોઇ હાંફે છે. કોઇ નીતરે છે.
કોઇ લયમાં શિરને ડોલે છે.
કોઇ મરકે છે. કોઇ બબડે છે.
કોઇ રડમસ ચહેરે લટકે છે.
કોઇ ભારે ભારને ઊંચકે છે.
કોઇ હળવા દડાથી ખેલે છે.
ધરતી સરકે છે પગ નીચે,
પણ ચિંતા વિણ હું ઊભો છું.
બળે કેલરી ક્ષણે ક્ષણે,
પણ હું તો સાવ જ શીતળ છું.
કેટકેટલાં અંતર કાપું,
છતાં નથી હું સહેજ ખસ્યો.
આ વાત જીવનની છે કે પછી,
ટ્રેડમીલથી એક દર્શન છે?.
July 14, 2006 at 1:39 am
વાહ સુરેશભાઇ
એક સવારના કસરતી માહોલ નું સુંદર કાવ્યાત્મક વર્ણન
ટ્રેડમીલ સાથે જિન્દગી સરખાવી ને કમાલ કરી છે
નીરજ