મંગળ મંદિર ખોલો
Posted by સુરેશ on July 4, 2006
મંગળ મંદિર ખોલો, દયામય!
મંગળ મંદિર ખોલો.
જીવન વન અતિ વેગે વટાવ્યું
દ્વાર ઊભો શિશુ ભોળો.
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો.
શિશુને ઉરમાં લ્યો લ્યો , દયામય!
મંગળ મંદિર ખોલો,
નામ મધુર તવ રટ્યો નિરંતર.
શિશુ સહ પ્રેમે બોલો.
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક
પ્રેમ-અમીરસ ઢોળો, દયામય!
મંગળ મંદિર ખોલો.
- નરસિંહરાવ દિવેટીયા
July 4, 2006 at 8:38 am
[...] મંગળ મંદિર ખોલો [...]