તું

ફૂલોની ખુશ્બુ માં તું, છે કંટકો માં તું.
તું ઉલ્હાસ જિંદગીનો, ને સંકટો માં તું.

તું ઝગમગાટ રોશની, ઘોર તમસમાં ય તું,
તું તાપ સૂર્ય નું ધોમધખ ,શીતળ ચાંદની  ય તું.

તું હાસ્ય ના મોજાં, છે ઉદાસી ય તું,
કથરોટ માં તું ગંગા, ને કાશી છે ય તું.

તું તુલસી ક્યારો આંગણનો, સુકા ઘાસમાં ય તું,
તું અમ્રુત છે-ગંગાજળ ,મ્રુગપ્યાસ માં ય તું.

તું ધજા ઊન્નત શિખરની, તળેટી માં ય તું,
તું જ રાજા ભોજ છે, ને તેલી ગાંગો તું.

તું શ્યામ નાગર નંદ નો, છે સુદામા ય તું,
તું ગીરધારી-ચમત્કારી, ગોપી ઊધામા ય તું.

દ્રૌપદી ના ચીર તું,સર્વ સત્વ છે ય તું.
જડ હ્રદયમાં ‘ચેતન’ તું, પરમ તત્વ તું.

-ચેતન ફ્રેમવાલા

Leave a Reply