બન્ધ આંખો સાંભળે

આ સમયની ગીચતા, ઇંતજારીમાં ભળે
તો સમયનો સૂર્ય પણ ખૂબ મોડેથી ઢળે

માત્ર તારું નામ લઇને, કોઇ અફવા નીકળે
સાંજના આકાશમા, નિતનવા રંગો ભળે.

જોઇ તારું આગમન, સૂર્ય છૂપ્યો વાદળે
રૂપ તારું જોઇને, ચન્દ્ર પણ ભડકે બળે.

સાંભળું સંગીત હુ, હોઠ ખોલે એ પળે
મૌન એવું બોલકું, બન્ધ આંખો સાંભળે

-   ડો. નીરજ મેહતા

       નીરજ મહેતાની કોલેજ કાળમાં લખાયેલી આ પહેલીજ ગઝલ છે. આનું શિર્ષક કવિને પૂછ્યા વિના આપવાની ધૃષ્ટતા મેં કરી છે. પણ મને એ પંક્તિ સૌથી વધારે ગમી છે. અંતરના મૌનમાંથી પ્રગટ થતા શબ્દો આંખ પણ સાંભળી શકે છે. આ છે શબ્દ ની તાકાત –  મનના મૌનમાંથી પ્રગટતા શબ્દની તાકાત. જેની સંવેદના એટલી જાગૃત થઇ હોય તે જ આ શબ્દોને આંખથી સાંભળી શકે.
            ડોક્ટર!  ડોક્ટરી ભલે કરો પણ લખવાનું છોડશો નહી. તમારી સંવેદનશીલતાનો રસાસ્વાદ કરવાનો લ્હાવો અમને આપતા રહેજો.

One Response to “બન્ધ આંખો સાંભળે”

  1. સૂર્ય, સુરજ « સહિયારું સર્જન - પદ્ય Says:

    [...] આ સમયની ગીચતા, ઇંતજારીમાં ભળે તો સમયનો…-  નીરજ મહેતા [...]


Leave a Reply