કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for October, 2006

પાનખર

Posted by સુરેશ on October 30, 2006

અરે ! આ પાનખરના રંગને કોઇ નામ ના આપો.
બધા રંગો ઊડી જાશે, તરુવર શુષ્ક થઇ જાશે.
પછી પર્ણો નહીં મળશે, પછી તરણું નહીં મળશે,
અરે! આ નભ તણી શોભા, ય સૌ બરબાદ થઇ જાશે.
જમીન પર પાંદડા ઊડશે, સૂકાયેલા, દુણાયેલા
સૂસવતો, વાયરો શિતળ, અરે જલ્લાદ થઇ જાશે.

ન કોઇ દર્દ કે પીડા, ન કોઇ લાગણી રહેશે.
નહીં દૃશ્યો, શબદ કે ગંધ, કે આ સ્પર્શ પણ રહેશે.
પછી આશા નહીં રહેશે, ન કોઇ આહ પણ રહેશે.
ન કોઇ ખ્યાલ પણ રહેશે, ન કોઇ સ્વપ્ન પણ રહેશે
જીવન કેરું જતન જે પ્યારથી, કુમાશથી કીધું,
મને ના પુછશો , આ ખેલનો અંજામ શું રહેશે?

શીતળ કો બિંદુના મૃદુ સ્પર્શથી નવી કૂંપળો ફૂટશે,
નવાં પર્ણો , નવાં ફૂલો, નવી જિંદગી ઉગશે.

- સુરેશ જાની

Posted in સુરેશ, સોનેટ | 5 Comments »

2006 - રણજિતરામ સુવર્ણચન્દ્રક

Posted by સુરેશ on October 27, 2006

rajendra_shukla.jpgએ બહુ જ આનંદના સમાચાર છે કે, 2006 માટેનો ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ ‘રણજિતરામ સુવર્ણચન્દ્રક’ શ્રી. રાજેન્દ્ર શુકલને આપવાનું નક્કી થયું છે. આ અગાઉ તેમને ‘નરસિંહ મહેતા’ એવોર્ડ આ મહિનામાં જ મળેલો છે.  ‘કલરવ બાળકોનો.. બાળકો માટે.. ‘ ના બ્લોગર શ્રીમતિ રાજેશ્વરી શુકલ ના તેઓ જેઠ થાય છે. અને જાણીતા બ્લોગર કવિ શ્રી.પંચમ શુકલના તેઓ કાકા થાય છે. મારા તે વડીલ બંધુ સમાન અને પ્રેરણાસ્રોત છે.

      સમગ્ર શુકલ કુટુમ્બને આપણા સૌના હાર્દિક અભિનન્દન.

” કીડી  સમી  ક્ષણોની  આ  આવજાવ  શું  છે?
મારું  સ્વરૂપ  શું  છે,  મારો  સ્વભાવ  શું  છે?”
—————————————————

“હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.”

જીવનઝાંખી    વાંચો

Posted in સમાચાર | No Comments »

2006 - વિશ્વ શાંતિ પુરસ્કાર

Posted by સુરેશ on October 26, 2006

     2006  માટેનો વિશ્વ શાંતિ પુરસ્કાર બાંગલાદેશના 65 વર્ષના પ્રો. મહમ્મદ યુનુસને એનાયત કરવામાં આવ્યો છે. અર્થશાસ્ત્રના પાયાના સિધ્ધાંતોને કોરાણે મૂકીને તેમણે શરૂ કરેલી ‘ગ્રામીણ બેંક’ યોજનાની અભૂતપુર્વ સિધ્ધિ માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
     

Read the rest of this entry »

Posted in સમાચાર | No Comments »

શિક્ષણનું ખરું કામ - મનુભાઇ પંચોળી- ‘દર્શક’

Posted by સુરેશ on October 15, 2006

ભણાવવું એટલે શું?
ભણાવવું એટલે જ્ઞાન આપવું
અને સાથે મરદાનગી આપવી.
આજે શિક્ષણનું મુખ્ય કામ
અન્યાય સામે લડતાં શીખવવાનું છે. Read the rest of this entry »

Posted in વિચારમંથન | 4 Comments »

મઢૂલી મજાની

Posted by સુરેશ on October 11, 2006

મઢૂલી મજાની પેલે તીર, સંતો વ્હાલા !
અનેરી અમારી એ લગીર; Read the rest of this entry »

Posted in કાવ્ય-રસાસ્વાદ | 5 Comments »

તો અમે આવીએ…

Posted by સુરેશ on October 11, 2006

આપી આપીને તમે પીંછું આપો
        સજન ! પાંખો આપો તો અમે આવીએ…

Read the rest of this entry »

Posted in કાવ્ય-રસાસ્વાદ | 3 Comments »

ગુજરાતી ગઝલનો ઇતિહાસ - જયદીપ ટાટમીયા

Posted by સુરેશ on October 9, 2006

Posted in ગઝલ | 3 Comments »

उर्दू - ગુજરાતી શબ્દકોશ

Posted by સુરેશ on October 8, 2006

अश्क —————- આંસું
एहसान —————- પાડ
गुमराह —————- લક્ષ્યહીન
दास्तान —————- વાર્તા
दिदार —————- દેખાવ
बंदगी —————- પૂજા
बगावत —————- બંડ
मुसर्रत —————- સ્મિત
मोहताज —————- આશ્રિત
शुक्रिया —————- આભાર

Posted in શબ્દકોશ | 7 Comments »

ગુજરાતી - उर्दू શબ્દકોશ

Posted by સુરેશ on October 8, 2006

આભાર —————- शुक्रिया
આશ્રિત —————- मोहताज
આંસું —————- अश्क
દેખાવ —————- दिदार
પાડ —————- एहसान
પૂજા —————- बंदगी
બંડ —————- बगावत
લક્ષ્યહીન —————- गुमराह
વાર્તા —————- दास्तान
સ્મિત —————- मुसर्रत

Posted in શબ્દકોશ | 2 Comments »