उर्दू – ગુજરાતી શબ્દકોશ

अश्क —————- આંસું
एहसान —————- પાડ
गुमराह —————- લક્ષ્યહીન
दास्तान —————- વાર્તા
दिदार —————- દેખાવ
बंदगी —————- પૂજા
बगावत —————- બંડ
मुसर्रत —————- સ્મિત
मोहताज —————- આશ્રિત
शुक्रिया —————- આભાર

7 Responses to “उर्दू – ગુજરાતી શબ્દકોશ”

  1. સુરેશ જાની Says:

    વાંચકોને ખાસ વીનંતિ છે કે આ શબ્દકોશને સમૃધ્ધ બનાવવા સક્રીય ફાળો આપશો. તમને જે કોઇ શબ્દ આમાં ઉમેરવાની જરૂર જણાય તે અહીં કોમેન્ટમાં અથવા ઇમેઇલ દ્વારા જણાવશો તો હું આપનો આભારી થઇશ.
    દર અઠવાડીયે આ શબ્દકોશ ની નવી અને સુધારેલી આવૃત્તિ બહાર પાડવામાં આવશે.

  2. amit pisavadiya Says:

    નવા શબ્દો જાણવા મળશે .
    સરસ પ્રયત્ન.
    આભાર.

  3. ગુજરાતી ગઝલનો ઇતિહાસ « કાવ્ય સૂર Says:

    [...] उर्दू – ગુજરાતી શબ્દકોશ [...]

  4. rajeshwari Says:

    रुख=ચહેરો
    रुह=આત્મા
    नकाब=પડદો

  5. વિવેક Says:

    પ્રિય સુરેશભાઈ,

    શબ્દકોશનું આ કામ ખરેખર ઘણું સારું છે. પણ શબ્દકોશ એ માત્ર શોખ કદી ન હોઈ શકે, એ એક ગંભીર સામાજિક જવાબદારી છે. દર અઠવાડિયે દસની સંખ્યામાં દસ વર્ષે માત્ર પાંચ હજાર શબ્દો જ થઈ શકે. મારા મંતવ્ય પ્રમાણે દરરોજ જો ઓછામાં ઓછા વીસ શબ્દો કરી શકાય તો જ આ કાર્યક્રમ સાર્થક બને. કારણકે જ્યાં સુધી શબ્દભંડોળ ઓછામાં ઓછું દસહજારને સ્પર્શે નહીં ત્યાં સુધી કોઈપણ શબ્દકોશનો વ્યવહારિક ઉપયોગ કદી શક્ય જ નથી. મને જોઈતો શબ્દ મેળવવા હું અહીં આવું અને શબ્દના અભાવે વારંવાર પાછો જ ફરતો રહું તો હું કદી પણ આ સાઈટનો વારંવાર ઉપયોગ કરું ખરો? મારી દ્રષ્ટિએ પૂરતું શબ્દભંડોળ થયા વિના આ પ્રોજેક્ટ પ્રયોગમાં ઠીક, બાકી ઉપયોગમાં ન મૂકી શકાય.

    બીજી એક અગત્યની વાત તરફ પણ અંગુલિનિર્દેશ કરી લઉં:

    શબ્દકોશ બનાવતી વખતે એક જ અર્થ કદી પર્યાપ્ત નહીં થાય. દરેક શબ્દના તમામ શક્ય પ્રચલિત અર્થ આપવામાં ન આવે તો શબ્દકોશનો કોઈ અર્થ સરે નહીં. વળી શબ્દકોશમાં જોડણીની એકપણ ભૂલ પણ ચાલી ન શકે. આપે મૂકેલા પ્રથમ દસ શબ્દોમાંથી થોડાને નિહાળીએ:

    एहसान —————- પાડ… અહીં એવું નથી લાગતું કે ઘણા એવા પણ હશે જેમને ‘પાડ’ શબ્દનો અર્થ પણ સમજાવવો પડે?! એહ્સાન નો વધુ પ્રચલિત અર્થ છે- ઉપકાર, આભાર, ભલાઈ. વળી અહીં ‘હ’ ખોડો છે એ ભૂલાવું ન જોઈએ.

    गुमराह —————- લક્ષ્યહીન… અહીં તો મારી દ્રષ્ટિએ અર્થ જ ખોટો છે… ગુમરાહનો સીધો મતલબ છે, રાહથી ગુમ થનાર. લક્ષ્ય અને હીન-બંનેમાંથી એકેય શબ્દ અહીં સાચો નથી. ગુમરાહ યાને 1. રાહ ભૂલેલું, 2. નીતિભ્રષ્ટ, કુમાર્ગે જનારું, 3. રખડતું, 4. નાસ્તિક, 5. બળવાખોર, 6. ઘમંડી

    दास्तान —————- વાર્તા… અહીં બીજો અર્થ ‘હાલ’ અને ત્રીજો અર્થ ‘વર્ણન’ લેવાયા નથી. વળી એ પણ બતાવવું જરૂરી છે કે ‘દાસ્તાન’ એ ગુરુવાચક સંજ્ઞા છે, જ્યારે ‘દાસ્તાં’ લઘુવાચક.

    दिदार —————- દેખાવ…. અહીં જોડણી ખોટી છે. સાચી જોડણી છે, દીદાર. દીદ એટલે દર્શન. અને અર્થ પણ યોગ્ય નથી. દીદાર એટલે દેખાવ નહીં, દર્શન. બીજો અર્થ છે, મુલાકાત. ત્રીજો અર્થ છે, મોં, ચહેરો.

    बंदगी —————- પૂજા… બંદગીના અન્ય અર્થ: 1. બંધન, અવસ્થા, 2. દાસત્વ, 3. પ્રણામ, 4. સેવા

    बगावत —————- બંડ… બીજા અર્થ: રાજદ્રોહ અને છેતરપિંડી.

    मुसर्रत —————- સ્મિત… અહીં ફરીથી જોડણીની ભૂલ જણાય છે. સાચો શબ્દ છે: મસર્રત. અને અર્થમાં પણ ભૂલ જણાય છે.. મસર્રતનો અર્થ છે: હર્ષ, ખુશી.

    मोहताज —————- આશ્રિત… બીજો અર્થ થાય છે- ગરીબ, ગરજુ.

    -ગુસ્તાખી બદલ માફી ચાહું છું… પણ શબ્દકોશથી મોટી બીજી કોઈ ભાષાકીય જવાબદારી હોઈ શકે નહીં… ભગવદ્ગોમંડલ જેવો વિરાટ ગ્રંથ આપનાર મહારાજ ભગવતસિંહને યાદ કર્યા વિના નથી રહેવાતું… પરિભ્રમણ પર નીકળ્યા હોય અને કોઈક નવો શબ્દ કાને પડે ત્યારે કાગળ ન હોય ત્યારે ઝભ્ભાની ચાળ પર એ શબ્દ લખી લેતા અને એટલે જ મને લાગે છે કે શબ્દકોશનું કામ ભગવતસિંહ જેવી મહેનત અને ભાષાપ્રેમ વિના શક્ય નથી… મારી દ્રષ્ટિએ જોડણીકોશ શોખ નહીં, સમર્પણ છે…

    અન્ય મિત્રોનો અભિપ્રાય આ બાબતે જાણવો મને જરૂરી લાગે છે એટલે આ પ્રતિભાવને ગુજરાતીપોએટ્રીકોર્નર પર પણ મૂકું છું…

    -વિવેક

  6. Kiritkumar G. Bhakta Says:

    આફ્તાબ-સુર્ય
    સંગદિલ-કઠોર મન
    બામ- અગાસી
    શબાબે મહેતાબ-પારદર્શક વસ્ત્રો
    હુશ ન્-રુપ
    મલિકા-રાણી
    ઈસ્તકબાલ-સ્વાગત
    તહેદિલ-સાચા હ્રદય,હ્રદયના ઊંડાણ

  7. Sarang Says:

    pariwash – an angelic beauty (pari jevi)


Leave a Reply