કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for November 1st, 2006

હું બિંદુ મારું શું સ્થાન ?- જિજ્ઞાસા જાની

Posted by સુરેશ on November 1, 2006

હું બિંદુ મારું શું સ્થાન ?

પડું છીપમાં, બનતું મોતી, બનાવી દઉં ધનવાન.
ભળું વંટોળે , વરસું અનહદ, લાવું હું તોફાન.
રહું દૂર જો, મળું ના કદી, બધે ઝાંઝવા ને વેરાન.
હું બિંદુ મારું શું સ્થાન ?

વસંત લાવું, ને વનરાઇ, લીલાંછમ ક્ષેત્રો ધનધાન;
મળું સમુદ્રને, થાઉં ભરતી, ધસમસતું, ભમતું બળવાન.
વરસું બારે મેઘ, ગરજતું, તાંડવ, તારાજી, ખેદાન.
હું બિંદુ મારું શું સ્થાન ?

ચંચળ ચપળ, થોડું નટખટ, એવું ઇન્દ્રનું છું સંતાન.
તવ ચરણે મુજ વાસ સદા હો, દ્યો એવું વરદાન.
હે, ભગવન્ ! લઇ આપ સમીપે, દ્યો મુજને કો સ્થાન !
હું બિંદુ મારું શું સ્થાન ?

- જિજ્ઞાસા જાની

Posted in જીજ્ઞાસા જાની | 9 Comments »