Posted by: સુરેશ | November 24, 2006

શબ્દ-રમત

         અંગ્રેજીમાં શબ્દોના અક્ષરોની રમૂજી પુનઃ ગોઠવણી દર્શાવતા એક ઇમેઇલ પરથી એવો વિચાર સ્ફૂર્યો કે ગુજરાતીમાં પણ આવું કાંઇ થાય કે કેમ. અંગ્રેજીમાં આ બહુ સરળ છે કારણકે સ્વર અને વ્યંજન અલગ અલગ હોય છે અને 26 થી વધારે અક્ષર હોતા નથી. આપણી ભાષામાં બાવન મૂળાક્ષરો,  તે બધાની બારાખડીઓ અને સંયુક્ત અક્ષરો આ બધું ગણીએ તો અક્ષરોના એટલા બધા સંયોજનો થાય છે કે, આવો પ્રયત્ન બહુ મુશ્કેલ બની જાય છે.

     પણ મુશ્કેલ કામ હાથમાં લઇએ તો આપણી શબ્દ- પ્રીત વધે, એ ભાવ સાથે આ રમત રમવાનું આહ્ વાન કે આમંત્રણ આપ્યું હતું . 

#   અહીં વાંચો 

       અમૂક પ્રતિભાવ મળ્યા, અને પછી આ શોધ મેં સતત ચાલુ રાખી . આના પ્રતાપે નીચેના શબ્દો કે શબ્દરચનાઓ હાથવગી થઇ.

      રસિક જનોને ફરીથી આમંત્રણ – આ રમતમાં જોડાવાનું ,  અને આ ખજાનાને સમૃધ્ધ બનાવવાનું . કદાચ આમ કરવામાં હું જ આપ સૌને હાસ્યાસ્પદ કે હાસ્યજનક લાગીશ  !  
      પણ મને તો આ રમત રમવાની ઘણી મઝા આવી.  આપ સૌ પણ આ આનંદ માણો !

———   શબ્દો  ——— 

ટપાલ

  • લપાટ

પગ

  • ગપ

કબાટ

  • બાટક

નવજીવન

  • નવજીવન

કલમ

  • મલક

પુરી

  • રીપુ

કપાલ

  • પાલક

સમાજ

  • જસમા

લોભી

  • ભીલ

લુંટી

  • ટીલું

જુવાનની

  • નવાજુની

કથા

  • થાક

નાવિક

  • કવિના

મહા

  • હામ

વાર

  • રવા

મેના

  • નામે

જામો

  • મોજા

કલન

  • નકલ

ખોરા

  • રાખો  

કોરુ

  • રુકો  

દીવા

  • વાદી

વર

  • રવ

———   વાક્યો   ——— 

રમા ટપાલ

  • લપાટ માર

વિનાશક

  • શક વિના

નટુ નટુ બારીમા જો

  • જો મારી બા ટુન ટુન

લીમડી ગામે ગાડી મલી

  • લીમડી ગામે ગાડી મલી

જા રે બાબા બારેજા

  • જા રે બાબા બારેજા

Responses

  1. કાકી – કીકા ; માસી – સીમા ; માસા – સામા ; દાદા – દાદા

    પિતા – તાપી ( થોડા ફેરફાર સાથે)

  2. વાદળ – દળવા

  3. બીબી બીડી પીવાય કે,પીવાય સિવાય જીવાય કે ?
    બીડી એમ પીવાય.
    BB BD P Y K,P Y C Y G Y K.
    BD M P Y

  4. BB BD PY K?
    PY PY!
    A CY GY K?
    GY GY!


Leave a response

Your response:

Categories