મુકતક
Posted by સુરેશ on January 12, 2007
મુકતક
લખ્યા’તા પ્રેમપત્રો જ્યાં, સપન આકાશ ઉડવાના,
ભમ્યા ઉપવન, કર્યો કિલ્લોલ, મહેંકી પ્રેમકુંજો જ્યાં,
પ્રણયકેલિથી મઘમઘતા, ખયાલો બાલ-સર્જનના,
વકીલે પાઠવી નોટીસ, છૂટા પડવાની, હા! એ શું ?
- સુરેશ જાની
( ‘સર્જન સહીયારું’ માં તા. 10 જાન્યુઆરી - 2007 ના દિને પ્રકાશિત. )
Posted in મુકતક, સુરેશ | No Comments »