કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for February 14th, 2007

સનેડો - સુરેશ જાની, Suresh Jani

Posted by સુરેશ on February 14, 2007

ઉંઝા જોડણીમાં 

[   વસંતતીલકા – સોનેટ    ] 

[  જાણો વસંતતીલકા ત ભ જા જ ગા ગા  ]

માનો તમે મજનુ કે લયલા જ માત્ર,
ફર્હાદ કે શીરીં વળી પદને જ પાત્ર?
કે શેણી કો વીરહીણી ઝુરતી સખાને,
પ્રેમી ગણો અમર વીશ્વ મહીં જ શાને?

માતા ચહે તનયને શું ન પ્રેમથી સૌ?
ને તાત શું ન ચહતા નીજ સુતને હા?
નીજ મીત્ર કાજ અરપી, ખુદ પ્રાણ દેતા,
મીત્રો ઘણા જગતમાં સહુએ ય જોયા.

વળી દેશદાઝ થકી શીશ કપાવતા હા!
ભડવીર સૈનીક ઘણા દીસતા ધરામાં.
ધુણી ધખાવી, ન કદી દીન-રાત જોતા,
વીજ્ઞાનના પ્રહરી સૌ સમયે પ્રકાશ્યા.

સર્વાંગ સ્નેહ શુભનો નથી કો સીમાડો.
પાયા સમો જીવનનો સ્વજનો ! સનેડો.

 તનય - પુત્ર      :   સનેડો - 1) સ્નેહ , પ્રેમ 2)  ભવાઇ અને લોકગીતનો  મિશ્ર ગીત/ નૃત્ય પ્રકાર

  સનેડો એટલે શું    :       સનેડો -   સાંભળો  :       એન. આર. આઇ. નો સનેડો !  - સાંભળો

સુરેશ જાની

Posted in સુરેશ | 3 Comments »