કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

સનેડો - સુરેશ જાની, Suresh Jani

Posted by સુરેશ on February 14, 2007

ઉંઝા જોડણીમાં 

[   વસંતતીલકા – સોનેટ    ] 

[  જાણો વસંતતીલકા ત ભ જા જ ગા ગા  ]

માનો તમે મજનુ કે લયલા જ માત્ર,
ફર્હાદ કે શીરીં વળી પદને જ પાત્ર?
કે શેણી કો વીરહીણી ઝુરતી સખાને,
પ્રેમી ગણો અમર વીશ્વ મહીં જ શાને?

માતા ચહે તનયને શું ન પ્રેમથી સૌ?
ને તાત શું ન ચહતા નીજ સુતને હા?
નીજ મીત્ર કાજ અરપી, ખુદ પ્રાણ દેતા,
મીત્રો ઘણા જગતમાં સહુએ ય જોયા.

વળી દેશદાઝ થકી શીશ કપાવતા હા!
ભડવીર સૈનીક ઘણા દીસતા ધરામાં.
ધુણી ધખાવી, ન કદી દીન-રાત જોતા,
વીજ્ઞાનના પ્રહરી સૌ સમયે પ્રકાશ્યા.

સર્વાંગ સ્નેહ શુભનો નથી કો સીમાડો.
પાયા સમો જીવનનો સ્વજનો ! સનેડો.

 તનય - પુત્ર      :   સનેડો - 1) સ્નેહ , પ્રેમ 2)  ભવાઇ અને લોકગીતનો  મિશ્ર ગીત/ નૃત્ય પ્રકાર

  સનેડો એટલે શું    :       સનેડો -   સાંભળો  :       એન. આર. આઇ. નો સનેડો !  - સાંભળો

સુરેશ જાની

3 Responses to “સનેડો - સુરેશ જાની, Suresh Jani”

  1. jugalkishor Says:

    પંક્તિ નં 7,9 અને 10માં 15 અક્ષરો છે.જેમાં બે લઘુને ભેગા કરવાથી પણ ગણોનો મેળ તૂટે છે.બાકીની બધી જ માપસર છે.અભિનંદન !

  2. mukesh Says:

    Bhai vaah, NRIno sanedo sambhlvani maja aavi gayi.

  3. સનેડો « અંતરની વાણી Says:

    [...] સનેડો, સનેડો, એક માત્ર આ સનેડો.( વાંચો : મારું એક કાવ્ય–’સનેડો’ [...]

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>