કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for February 18th, 2007

ધારો કે ( 2 )

Posted by સુરેશ on February 18, 2007

પંખી બનું, ધાર કે હું, આજ ગગનમાં,
ઉડતો રહું, સરતો રહું, આજ આ નભમાં.

દૂર દૂરે, ડુંગરા પર, ભમતો રહું રે,
વન વન ફરું , સેર કરું, હરિત બાગમાં.

આમ ફરું, તેમ ફરું, મસ્ત બનીને,
ગામ તણી ગલી ઘુમું, સહજ શ્વાસમાં.

પવનની હું હોડ કરું, વીર બનીને,
નદી કેરાં નીર ચૂમું, ઘડીક વારમાં.

અરે! આ તો સપન હતું, ખબર પડી જ્યાં,
ધમ્મ દઇ પાછો પડ્યો, આ જ જગતમાં.

- સુરેશ જાની

Posted in સુરેશ | 1 Comment »

ધારો કે( 1 )

Posted by સુરેશ on February 18, 2007

( શાર્દૂલ વિક્રીડિત - મ સ જ સ ત ત ગ )

ગાગાગા    લલગા    લગાલ    લલગા    ગાગાલ    ગાગાલ ગા   
——————————————————————————————-
ધારો કે, ધરી પાંખ હું ઉડી શકું આકાશમાં શાનથી;
ધારો કે, બની મસ્ત હું ઘુમી શકું, જ્યાં ચાહું ત્યાં તાનથી;
કિલ્લોલું, સરતો રહું, ગણગણું, ગીતો મઝાનાં વળી;
પ્હાડો, જંગલ, કંદરા, સરવરો, સરિતા તટો મોજથી.

- સુરેશ જાની

Posted in સુરેશ | 3 Comments »

જશો ના દૂર વ્હાલમજી -જિજ્ઞાસા વિહંગ જાની

Posted by સુરેશ on February 18, 2007

જશો ના દૂર વ્હાલમજી, વિરહ સહેવો પડે છે.
દરેક વાત યાદ કરાવવા ફોન કરવો પડે છે.

જશો ના દૂર વ્હાલમજી, એકલું જમવું પડે છે,
બીજું તો ઠીક પણ, એકલા તાંસળું ઘસવું પડે છે.

જશો ના દૂર વ્હાલમજી, સફરનો થાક સ્હેવાનો,
સહુની ભેટ સોગાદોનો હવે ભાર લાગવાનો.

જશો ના દૂર વ્હાલમજી, દિલથી કહું છું વ્હેલા આવજો,
ચણિયા ચોળી, અથાણાં પાપડ ને મઠીયા જરુરથી લાવજો.

જિજ્ઞાસા વિહંગ જાની
16 નવેમ્બર -2006

પતિ પરદેશ ગયો હોય અને તે ય માદરે વતન ભારતમાં; ત્યારે અમેરિકન ભારતીય ગૃહિણીની વ્યથાને જિજ્ઞાસાએ અહીં હળવી અભિવ્યક્તિ  આપી છે.

Posted in જીજ્ઞાસા જાની | 13 Comments »