ધારો કે ( 2 )
Posted by સુરેશ on February 18, 2007
પંખી બનું, ધાર કે હું, આજ ગગનમાં,
ઉડતો રહું, સરતો રહું, આજ આ નભમાં.
દૂર દૂરે, ડુંગરા પર, ભમતો રહું રે,
વન વન ફરું , સેર કરું, હરિત બાગમાં.
આમ ફરું, તેમ ફરું, મસ્ત બનીને,
ગામ તણી ગલી ઘુમું, સહજ શ્વાસમાં.
પવનની હું હોડ કરું, વીર બનીને,
નદી કેરાં નીર ચૂમું, ઘડીક વારમાં.
અરે! આ તો સપન હતું, ખબર પડી જ્યાં,
ધમ્મ દઇ પાછો પડ્યો, આ જ જગતમાં.
- સુરેશ જાની
February 19, 2007 at 4:12 pm
દાદા, આ તમારી કવિતાઓ પર હવે ‘સહિયારું સર્જન’ પોસ્ટની લિંક કેમ નથી આપતાં?