કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for February 24th, 2007

પરિચય - સુરેશ જાની, Suresh Jani

Posted by સુરેશ on February 24, 2007

તમે આજે મને પૂછી રહ્યા છો , ‘શું પરિચય છે?’
કહું  શું હું તમોને આજ ? ના હું જાણતો ખુદને.

ખુદા જાણે કે આ ‘હું’ કોણ છે? રે! ના ખબર મુજને.
તમે પૂછી જુઓ ખુદને, તમે શું જાણો છો ખુદને?

પરિચય કોણ કોનો કઇ રીતે આપે કહો, વારુ?
ખબર ક્યાં કોઇને પડતી કદી, તે જાણે છે ખુદને?

ખુદા ખુદ કોણ છે, ક્યાં રે’ છે, તેની ક્યાં ખબર મુજને?
મને શંકા પડે છે કે , ખુદા શું જાણે છે ખુદને? !

પરિચય એટલે ના પૂછશો કદીયે આપ કોઇને.
પહેલાં ‘કોણ છું હું?’ તે જરા પૂછી લિયો ખુદને

- સુરેશ જાની

સર્જન સહીયારું પર પહેલી વાર મૂકી - 23 ફેબ્રુઆરી - 2007

Posted in સુરેશ | 1 Comment »