તમે આજે મને પૂછી રહ્યા છો , ‘શું પરિચય છે?’
કહું શું હું તમોને આજ ? ના હું જાણતો ખુદને.
ખુદા જાણે કે આ ‘હું’ કોણ છે? રે! ના ખબર મુજને.
તમે પૂછી જુઓ ખુદને, તમે શું જાણો છો ખુદને?
પરિચય કોણ કોનો કઇ રીતે આપે કહો, વારુ?
ખબર ક્યાં કોઇને પડતી કદી, તે જાણે છે ખુદને?
ખુદા ખુદ કોણ છે, ક્યાં રે’ છે, તેની ક્યાં ખબર મુજને?
મને શંકા પડે છે કે , ખુદા શું જાણે છે ખુદને? !
પરિચય એટલે ના પૂછશો કદીયે આપ કોઇને.
પહેલાં ‘કોણ છું હું?’ તે જરા પૂછી લિયો ખુદને
- સુરેશ જાની
સર્જન સહીયારું પર પહેલી વાર મૂકી – 23 ફેબ્રુઆરી – 2007
February 25, 2007 at 6:34 pm
ખુદ નો પરિચય ખુદ ખુદા પણ નથી આપતા,
“હું” માં હું ના હલેસા મારતો રહ્યો આ માનવ,
વર ને વખાણે વરની મા,એવો પરિચય અમો આપતા.