Posted by: સુરેશ | March 8, 2007

હોળી

વૃક્ષ વૃક્ષની ડાળ ડાળમાં,
નવજીવનના પ્રાણ સંચર્યા.
કૂંપળો ફૂટી સુક્કી ધરામાં,
કેસૂડાં મન મેલી ફાલ્યા.

પરાગકણ જ્યાં ત્યાં પથરાયા
ભમરા ગુંજન કરતા ઘુમ્યા,
જાત ભાતના કિટકો પ્રગટ્યા,
વસંત તાલે ગાતાં ગાણાં.

માનવહૈયે દીવડા પ્રગટ્યા,
નવજીવનના પ્રાણ સંચર્યા,
જ્વાળા દેખી પ્રગટી જ્વાળા,
ઝરમર ઝરમર જાગી ઝંખના.

ધ્રિબાંગ ઢમ ઢમ ઢોલ ધબૂક્યા,
સંગ હોલીકા સ્વપ્ન ભભૂકયા.

- સુરેશ જાની

સૌથી પહેલાં ‘ સર્જન સહીયારું ‘ પર પ્રકાશિત


Leave a response

Your response:

Categories