કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for March 12th, 2007

વિલાયતી મહેમાનોને

Posted by સુરેશ on March 12, 2007

( ઇન્દ્રવંશા - વંશસ્થ )
———————————-
આવ્યા તમે ભારતના પ્રવાસમાં,
પોંખ્યા અમે ચાહતના મિજાજમાં.
સાથે રહીશું, રમીશું, બીરાજશું,
છૂટા ય પડશું, તમને સ્મરીશું.

તમે ય કેવા નીવડયા વિલાયતી,
રહી પડ્યા, પાથરી સેજ કાયમી.
તમને સ્મરે ના હરફે રવાનગી,
બની ગયા આપ અમારા સારથી.

ગુલામ થઇને હરખ્યા અમે યે,
ધોળી ધજાના ગુણગાન ગાઇએ.
ભૂલી ગયા માત અમારી ભારતી,
વિલાયતીને ઉમદા જ માનીએ.

તમે ટળ્યા તો ય અમે ભૂલ્યા નથી,
રસમો તમારી સઘળી બનાવટી.
અમે બનાવ્યા ઠગને પ્રજાપતિ,
મુછમાં હસો આપ આ કેવી જાતિ?

તમે ય સૂણજો જગના નિવાસી,
અમે ય જાગ્યા વીસમી સદી મહીં.
વહાણ હાંક્યા સહુ બંદરે અમે,
અમે છીએ ગૌરવ વાન ગુર્જરી.

- સુરેશ જાની

‘  સર્જન સહીયારું ‘ પર તા. 9 - માર્ચ , 2007 માં પહેલી વાર પ્રકાશિત

Posted in સુરેશ | 2 Comments »