( શિખરિણી )
[ ય મ ન સ ભ લ ગ ]
——————————————–
ધરાતા ના કોઇ અઢળક મતા કે પદ થકી.
વળી કોઇ છોડી સકળ સુખ કૈલાસ વસતા.
વિલાસી કામાંધો સતત ચહતા કામિની વળી.
અને જોગી કોઇ નમન કરતા માત સઘળી.
વળી કોઇ માથે પરવત જુઓ કો તૂટી પડ્યો.
ફરે છે લો! કોઇ બધું ય ભુલીને આ જગતમાં.
ગરી કોઇ જાતા કિટક સમ લો! પુસ્તક મહીં.
અને કોઇ માટે બધીય કવિતા ભેંસ સમ છે !
મને લાગે ખોટાં વલણ સઘળાં આ જગતના,
વિવેકભ્રષ્ટો હા! પતન કદી ના ખાળી શકશે.
- સુરેશ જાની
17 - માર્ચ - 2007 ના રોજ પહેલી વાર ‘ સર્જન સહીયારું ‘ પર પ્રકાશિત કરી