વિવેક ભ્રષ્ટ

(  શિખરિણી )

[    ય મ ન સ ભ લ ગ ]

——————————————–

ધરાતા ના કોઇ અઢળક મતા કે પદ થકી.
વળી કોઇ છોડી સકળ સુખ કૈલાસ વસતા.

વિલાસી કામાંધો સતત ચહતા કામિની વળી.
અને જોગી કોઇ નમન કરતા માત સઘળી.

વળી કોઇ માથે પરવત જુઓ કો તૂટી પડ્યો.
ફરે છે લો! કોઇ બધું ય ભુલીને આ જગતમાં.

ગરી કોઇ જાતા કિટક સમ લો! પુસ્તક મહીં.
અને કોઇ માટે બધીય કવિતા ભેંસ સમ છે !

મને લાગે ખોટાં વલણ સઘળાં આ જગતના,
વિવેકભ્રષ્ટો હા! પતન કદી ના ખાળી શકશે.

સુરેશ જાની

17 – માર્ચ – 2007 ના રોજ પહેલી વાર ‘ સર્જન સહીયારું ‘ પર પ્રકાશિત કરી

3 Responses to “વિવેક ભ્રષ્ટ”

  1. Jayshree Says:

    Daada..
    tame, ane nirasha-vaadi vaato karo chho ?
    I m surprised !!

  2. Suresh Jani Says:

    આ નીરાશાવાદી રચના છે જ નહીં. જીવનમાં વિવેક – મધ્યમ માર્ગ હોવો જોઇએ, તે જ સંદેશ છે.
    વળી મારે શિખરિણી પર હાથ અજમાવવો હતો !

  3. jjkishor Says:

    સાવ શુદ્ધ શિખરિણી આપ્યો, પ્રભુ ! મને તો એમ થયું કે એ છંદ તો બેસી જ ગયો. હવે એને વધુને વધુ ઘસતા રે’જો.
    મધ્યમમાર્ગ માટે તમે સારી વાતો મૂકી છે. ભેંસ વાળે એકદમ સહજતાથી મૂકાઈ. અભિનંદન નહીં,પ્રણામ.


Leave a Reply