કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for March 28th, 2007

એક જ ડગલું

Posted by સુરેશ on March 28, 2007

ડગલું એક જ ભરીયું રે! લો તરત આ બીજું.
લાંબો રસ્તો કાપ્યો રે! આવ્યું ઘર લો ઢુંકડું.

ટાંકો એક જ લીધો રે! ને તરત આ બીજો.
મોટો ચીરો સાંધ્યો રે! ડગલો બનીયો સાજો!

પ્હેલી ઇંટ ચઢાવી રે! વળી ઉપર આ બીજી,
દિવાલ મોટી બાંધી રે! ચણી થયા સૌ રાજી.

હિમકણ છો ને નાનું રે! કીડીબાઇનું સાથી,
ઢગલા હિમના ખડક્યા રે! જાણે મોટા હાથી.

નીરાશ શાને થાતા રે! ભલે અંત હો છેટા.
ડરો કદી ના ભાઇ રે! ભલે કામ હો મોટા.

હર પળ આગે બઢજો રે! સીમ નવી ચાતરવા.
મોટા પ્હાડો બનશે રે! મેદાનો હરીયાળા.

- સુરેશ જાની

બીજા ગ્રેડની મને બહુ જ ગમેલી એક કવિતાનો ભાવાનુવાદ.

મૂળ કવિતા …….

One step and then another,
And the longest walk is ended;

One stitch and then another,
And the largest tear is mended.

One brick upon another,
And the highest wall is made;

One flake upon another,
And the deepest snow is laid.

Then do not look discouraged
On the work you have to do,
And say that such a mighty task
You never can get through.

But just attempt day by day,
Another point to gain,
And soon the mountain which you feared
Will prove to be a plain.

- W.T. Vlymen

Posted in સુરેશ | 5 Comments »