કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for April 1st, 2007

હે રામ!

Posted by સુરેશ on April 1, 2007

હે રામ! હે રામ! કેમ ન દીસતા રામ?
આંખો મારી અંધ બની, હું કાંઇ ન ભાળું રામ! - હે રામ…

અર્થ વિનાની બધી વારતા, સૂણી રહ્યો હે રામ!
કર્ણો મારા બધિર બને ને, નાદ ન સૂણું રામ ! - હે રામ…

વાણી વદતો, બધી વૈખરી, બક બક કરતો રામ!
કેમ કદી ના મુખે પ્રગટતા, શબ્દ આપના રામ? ! - હે રામ…

ચીતડું મારું ભટકે સઘળે, પંક મલિન મહીં રામ!
શાને તારા સ્મરણ વિશેના, ખ્યાલ ન પ્રગટે રામ? ! - હે રામ…

કણકણમાં તું બધે વિલસતો, ક્ષણક્ષણમાં હે રામ!
ક્યારે મારું અંતર ઉઘડે? અને પ્રગટશે રામ? ! - હે રામ…

મુજ નિર્બળના બળ રામ! મને સબળ કરો હે રામ!
મારા દેવ પધારો રામ! મારા મિત્ર પધારો રામ!
મારા ઘટ ઘટના હે રામ! મારા કણકણના હે રામ !
મારી ક્ષણ ક્ષણના હે રામ! મારા જુગ જુગના હે રામ!

મારા રામ, હે રામ! મારા રામ! હે રામ!
અહીં ઓરા આવો રામ! મને અલગ ન રાખો રામ !
તવ ઉર સમાવો રામ, મને સ્વીકારો હે રામ!
હે રામ ! હે રામ ! હે રામ! હે રામ!

30 માર્ચ - 2007 ના રોજ ‘ સર્જન સહીયારું ‘ પર પહેલી વાર પ્રકાશિત …

Posted in સુરેશ | 3 Comments »