હે રામ!

હે રામ! હે રામ! કેમ ન દીસતા રામ?
આંખો મારી અંધ બની, હું કાંઇ ન ભાળું રામ! – હે રામ…

અર્થ વિનાની બધી વારતા, સૂણી રહ્યો હે રામ!
કર્ણો મારા બધિર બને ને, નાદ ન સૂણું રામ ! – હે રામ…

વાણી વદતો, બધી વૈખરી, બક બક કરતો રામ!
કેમ કદી ના મુખે પ્રગટતા, શબ્દ આપના રામ? ! – હે રામ…

ચીતડું મારું ભટકે સઘળે, પંક મલિન મહીં રામ!
શાને તારા સ્મરણ વિશેના, ખ્યાલ ન પ્રગટે રામ? ! – હે રામ…

કણકણમાં તું બધે વિલસતો, ક્ષણક્ષણમાં હે રામ!
ક્યારે મારું અંતર ઉઘડે? અને પ્રગટશે રામ? ! – હે રામ…

મુજ નિર્બળના બળ રામ! મને સબળ કરો હે રામ!
મારા દેવ પધારો રામ! મારા મિત્ર પધારો રામ!
મારા ઘટ ઘટના હે રામ! મારા કણકણના હે રામ !
મારી ક્ષણ ક્ષણના હે રામ! મારા જુગ જુગના હે રામ!

મારા રામ, હે રામ! મારા રામ! હે રામ!
અહીં ઓરા આવો રામ! મને અલગ ન રાખો રામ !
તવ ઉર સમાવો રામ, મને સ્વીકારો હે રામ!
હે રામ ! હે રામ ! હે રામ! હે રામ!

30 માર્ચ – 2007 ના રોજ ‘ સર્જન સહીયારું ‘ પર પહેલી વાર પ્રકાશિત …

5 Responses to “હે રામ!”

  1. chetu Says:

    એકદમ સુંદર ભાવાભિવ્યક્તિ..!

  2. shivshiva Says:

    અર્થ વિનાની બધી વારતા, સૂણી રહ્યો હે રામ!
    કર્ણો મારા બધિર બને ને, નાદ ન સૂણું રામ ! – હે રામ…

    સાચી વાત છે

  3. હું « સહિયારું સર્જન - પદ્ય Says:

    [...] “હે રામ! હે રામ! કેમ ન દીસતા રામ? આંખો માર… ” [...]

  4. પંચમ શુક્લ Says:

    સરસ ભાવવાહી ભજન છે.

  5. DR. CHANDRAVADAN MISTRY Says:

    ચીતડું મારું ભટકે સઘળે, પંક મલિન મહીં રામ!
    શાને તારા સ્મરણ વિશેના, ખ્યાલ ન પ્રગટે રામ? ! – હે રામ
    Nice..very nice ! Enjoyed !


Leave a Reply