કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for April 10th, 2007

બ્લોગીંગનું એક વર્શ – મારો અનુભવ – ભાગ 2

Posted by સુરેશ on April 10, 2007

(એ ભાઇયું અને બેન્યું ! ઉંઝા જોડણી વાપરવા બદલ જરીક મને ખમી ખાજો! )
         બ્લોગીંગ શરુ કર્યું તો કર્યું હતું માત્ર નીજાનંદ માટે અને એક રમકડું કોઇ બાળકને મળ્યું હોય અને તે કુતુહલથી રમે તેવો ભાવ હતો. પહેલાં તો એમ જ લાગતું હતું કે આ કોણ વાંચશે? જેમ જેમ વાચકોના પ્રતીભાવ મળતા ગયા અને નવા નવા સાધનો સાથે ફાવટ આવતી ગઇ તેમ તેમ આ ઉત્સાહ ઘટવાને બદલે વધતો ચાલ્યો. સાચું કહું તો, જો વાચકોના પ્રતીભાવ ન મળ્યા હોત તો કદાચ એક વરસ તો શું એક મહીનો પણ ચાલ્યું ન હોત.
          પછી તો આમ કરું ને તેમ કરું એમ નવા નવા વીચારો આવવા માંડ્યા, સર્જકતા કદીયે નહોતી એટલી પાંગરી. કોઇ નવા નીશાળીયાની મુશ્કેલી દુર કરતાં નવા મીત્રો બનવા માંડ્યા. આમ મારી ગાડી તો છુક છુક કરતી પુરપાટ દોડવા માંડી. શરુ કર્યું ત્યારે હું ન ભુલતો હોઉં તો પંદરેક બ્લોગ હતા. અને પછી તો જુના જોગી ધવલના મંતવ્ય પ્રમાણે બીલાડીના ટોપની જેમ બ્લોગો ફુટવા માંડ્યા ! વાંચવાના સીન્ડીકેશન થવા માંડ્યા.
           મારા જ બ્લોગની વાત કરું તો શરુઆત, ગમતી કવીતાઓ અને તેના મને લાગેલા અર્થઘટનથી થઇ. આ એક અભુતપુર્વ ઘટના મારા જીવનમાં હતી. આ પહેલાં વાંચનનો આનંદ માત્ર મારા પુરતો સીમીત હતો. હવે બધાને તે વહેંચવાનો આનંદ અનેરો લાગ્યો. આમાં પોતાનામાંથી, પોતાના કુટુમ્બ અને મીત્રમંડળના એક નાના વર્તુળમાંથી બહાર આવવાનો એક નવો અનુભવ હતો. એક નવા આકાશમાં ઉડવાનો અનુભવ હતો. અને કેટલું મોટું આકાશ. જ્યાં જ્યાં નેટ પહોંચે તે બધાં આકાશ. પોતે મેળવવાના આનંદને સ્થાને કોઇને આપવાનો આનંદ. એક નવી પાંગરી રહેલી સર્જકતાનો આનંદ.
           પછી કોઇ ક્ષણે વીચાર આવ્યો કે જે સર્જકોની રચનાઓ મને ગમી છે, તેમના વીશે હું શું જાણું છું? સદ્ ભાગ્યે ઘરમાંથી જ અમુક પુસ્તકો મળી ગયા, જેમાં આવી માહીતી હતી. મને તે વાંચવાની મઝા આવી. તરત વીચાર સ્ફુર્યો કે આ મારા બ્લોગ પર મુકું તો કેટલા બધાને ફાયદો થાય? આમ વર્ડપ્રેસ પર સારસ્વત પરીચયનો પહેલો બ્લોગ બનાવ્યો અને પહેલી જીવનઝાંખી ફાધર વાલેસની મુકી - જેમના લખાણોએ મારા યુવાનીકાળમાં મને નીરાશાના ગર્તામાંથી બહાર કાઢ્યો હતો. સારા પ્રતીભાવો મળ્યા અને ગાડી આગળ ચાલી. આ કામમાં સૌથી પહેલા ભાઇશ્રી હરીશભાઇ દવે મારી સાથે જોડાયા અને પછી તો ધીરે ધીરે અમીત પીસાવાડીયા, ઉર્મીસાગર, જયશ્રી ભક્ત, જુગલકીશોર વ્યાસ અને છેલ્લે જય ભટ્ટ પણ મારી સાથે આ પુણ્યકામમાં જોડાયા. આજની તારીખમાં 244 જેટલી જીવનઝાંખી અમે આપી શક્યા છીએ. બીજા ક્ષેત્રોના ખ્યાતનામ વ્યક્તીઓના જીવનચરીત્રો આપતો ‘ગુજરાતી પ્રતીભા પરીચય’ બ્લોગ પણ બન્યો. મારી રચનાઓ અને માનીતી કવીતાઓ માટે આ ‘ કાવ્યસુર’ શરુ કર્યો. ત્યાર બાદ તેમાં નવો ‘આજની વ્યક્તીવીશેષ ‘ વીભાગ ઉમેર્યો.
             એક દિવસ કુન્દનીકાબેનની ચોપડી ‘પરમ સમીપે’ વાંચતાં થયું કે આ તો બધાને વંચાવવું જ પડશે. આ પ્રેરણાથી ‘અંતરની વાણી’ બ્લોગ ચાલુ થયો, જે મારો પોતાનો સૌથી માનીતો બ્લોગ બની રહ્યો.
             આ ઉપરાંત બીજા મીત્રોના બ્લોગો “ લયસ્તરો, કવીલોક, હાસ્ય દરબાર, તુલસીદલ, કલરવ, સર્જન સહીયારું ” વી. પર સાથે કામ કરવાનો મોકો પણ સાંપડ્યો. આ સૌ મીત્રોનો આ તક મને આપવા માટે હું અત્યંત ઋણી છું.
          ભાઇશ્રી જુગલકીશોરે શરુ કરેલ ‘ નેટ - પીંગળ ‘ અને ઉર્મીસાગર સાથે મારા બ્લોગ ‘ સર્જન સહીયારું ‘ ના કારણે મારું કાવ્ય લેખન, જે નહીંવત્   હતું, તે નીયમીત બન્યું.
          આમ પ્રવૃત્તી વધતી ચાલી….
વધુ આવતા અંકે ….

Posted in સુરેશ | 9 Comments »