કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for April 27th, 2007

નવોદીતોને એક સૂચન

Posted by સુરેશ on April 27, 2007

   ભાઇ શ્રી. દીપક પરમારની કવીતાઓને મળેલા આવકારથી મને બહુ જ આનંદ થયો છે. વધારે ને વધારે યુવાનો અને યુવતીઓ આ સવલતનો લાભ લેશે તો ગુજરાતી ભાશાની સારી  સેવા થશે.
    બીજી એક માહીતી આપવાની છે તે એ કે, ‘ઉર્મી’ અને હું દર શુક્રવારે એક નવો વીશય તેના બ્લોગ ‘ સર્જન સહીયારું’ પર મુકીએ છીએ, જેમાં સૌને ગુજરાતી સાહીત્યમાંથી, તે વીશય પર રચનાઓ ખોળી કાઢવાનું ( ખજાના શોધ) , અથવા પોતાની રચના બનાનીને આપવાનું (સર્જન ક્રીયા) ઇજન અપાય છે. આ એક જાતની કવીતા માટેની વર્કશોપ છે, અને સૌને માટે એક સરસ પીઠીકા પુરી પાડે છે. દર અઠવાડીયે 15 થી 20 વાચકો તેમાં ઉત્સાહ પુર્વક ભાગ લે છે.

    તમને બધાને આ સવલતનો પણ લાભ લેવા હાર્દીક આમંત્રણ છે.

   સર્જન સહીયારું    -       http://sarjansahiyaaru.wordpress.com/ 

     અત્યાર સુધીમાં આ સર્જનક્રીયા માટે ઘણા વીશયો મુકવામાં આવેલા છે તે માટે પણ તમે તમારી રચનાઓ કે શોધ આપી શકો છો .

Posted in સમાચાર | 2 Comments »