એક નીઃસંતાન માની વેદના- રશ્મી શાહ, Rashmi Shah
Posted by સુરેશ on April 29, 2007
નાનકડાં, રુપકડાં બાળકોની દુનીયા જોવી છે,
મારે ખુદાના સર્જનની માયા જોવી છે.
ખુદા ખુદને જેમાં રમતો, રખડતો મુકે છે.
મારે એ બાળલીલાની છાયા જોવી છે.
બંધ પાંપણે સજાવેલ ભીની ઉર્મીને તાંતણે,
મારે પાંગરતાં પુશ્પની પ્રતીછાયા જોવી છે.
આયખું વીતી જશે પલકવારમાં જાણે…
મારે કહેવાતા એ સાગરની દયા જોવી છે.
- રશ્મી સુનીલ શાહ
Posted in રશ્મી શાહ | 5 Comments »