કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for April 30th, 2007

આજ- રુચા જાની

Posted by સુરેશ on April 30, 2007

ભુત અને ભવીશ્યના બે ખીલા પર,
લટકતી જીંદગીમાં હું મારી ‘આજ’ને શોધું છું.

ભુતકાળના ખીલા પર ટાંગ્યા છે આંસુઓ,
નીરાશાઓ, પરાજય અને પસ્તાવા વચ્ચે
બે ચાર ખુશી- તોરણ.

ભવીશ્ય પર છે રંગીન મેઘધનુશ્યો,
અગણીત મહેચ્છાઓ અને શેખચલ્લી-સપના,
અને વચ્ચે છુપાયેલો અણજાણ્યો ડર.

‘આજ’માં છે મીશ્રણ બન્નેનું
’આજ’માં છે સંઘર્શ.
‘આજ’ને સુક્ષ્મદર્શક કાચથી તપાસતાં તો
તે ‘ગઇકાલ‘ બની જાય છે.
કલ્પનાની સોનેરી ઉશામાં વીહરતાં ‘આજ’
‘આવતીકાલ’ બનીને ઉભી રહે છે.

તેથી જ ક્યારેક ‘આજ’
નીરસ અને નીર્જીવ લાગે છે.

‘આજની ઘડીમાં જીવો’ તેમ કહેવું તો સહેલું છે.
પણ ગઇકાલ, આજ અને આવતીકાલ
મળીને તો જીવનરેખા બને છે.

રુચા જાની

મારી દીકરીનો મારી વીચારધારા સાથેનો સંઘર્શ!  અને હમ્મેશની જીભાજોડી!
આ પણ ‘આજ’ છે !  કાલે હું પણ આમજ વીચારતો હતો !

“એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.
કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે. “

-  અમૃત ‘ઘાયલ’

Posted in ઋચા | 1 Comment »

વસંત- બે રચના

Posted by સુરેશ on April 30, 2007

મુક્તપંચીકા 

જીવન તણો
થનગનાટ
આવી વસંતરાણી
કણકણમાં
જાગ્યો ઉન્માદ.

હાઇકુ

વસંત આવી
નુતન જીવનની
સોડમ લાવી.

પહેલી વાર ‘ સર્જન સહીયારું ’  પર તા. 29 એપ્રીલના રોજ પ્રકાશીત…

Posted in સુરેશ | No Comments »