Posted by: સુરેશ | April 30, 2007

આજ- રુચા જાની

ભુત અને ભવીશ્યના બે ખીલા પર,
લટકતી જીંદગીમાં હું મારી ‘આજ’ને શોધું છું.

ભુતકાળના ખીલા પર ટાંગ્યા છે આંસુઓ,
નીરાશાઓ, પરાજય અને પસ્તાવા વચ્ચે
બે ચાર ખુશી- તોરણ.

ભવીશ્ય પર છે રંગીન મેઘધનુશ્યો,
અગણીત મહેચ્છાઓ અને શેખચલ્લી-સપના,
અને વચ્ચે છુપાયેલો અણજાણ્યો ડર.

‘આજ’માં છે મીશ્રણ બન્નેનું
’આજ’માં છે સંઘર્શ.
‘આજ’ને સુક્ષ્મદર્શક કાચથી તપાસતાં તો
તે ‘ગઇકાલ‘ બની જાય છે.
કલ્પનાની સોનેરી ઉશામાં વીહરતાં ‘આજ’
‘આવતીકાલ’ બનીને ઉભી રહે છે.

તેથી જ ક્યારેક ‘આજ’
નીરસ અને નીર્જીવ લાગે છે.

‘આજની ઘડીમાં જીવો’ તેમ કહેવું તો સહેલું છે.
પણ ગઇકાલ, આજ અને આવતીકાલ
મળીને તો જીવનરેખા બને છે.

રુચા જાની

મારી દીકરીનો મારી વીચારધારા સાથેનો સંઘર્શ!  અને હમ્મેશની જીભાજોડી!
આ પણ ‘આજ’ છે !  કાલે હું પણ આમજ વીચારતો હતો !

“એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.
કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે. “

-  અમૃત ‘ઘાયલ’


Responses

  1. [...] May 1st, 2007 ‘આજની ઘડીમાં જીવો’ તેમ કહેવું તો સહેલ… [...]

  2. ઋચાબેન,
    લાખ-લાખ અભિનંદન !!
    આટલું સરસ લખો છો.
    વડીલ સુરેશભાઈ, તમે નસીબદાર છો વિચારશીલ સંતાન તમને મળ્યાં છે
    -પ્રવિણ કે.શ્રીમાળી


Leave a response

Your response:

Categories