Posted by સુરેશ on May 31, 2007
તારા ને મારા
સંબંધના આ તાણાવાણા
ક્યાં સુધી ટકી રહેશે?
ના તને, ના મને, એની કાંઇ ખબર છે.
શોધું છું અહીં તહીં,
ક્યાં મારી ડગર છે, મોત ક્યારે આવશે?
ના તને, ના મને, એની કાંઇ ખબર છે.
તારી, મારી, બધાની મંઝીલ ફક્ત કબર છે.
મને બસ એટલીજ ખબર છે.
- સૌપ્રીય સોલંકી
કેમ ભાઇ! આટલી બધી ગમગીની?
મને તો એટલી જ ખબર છે કે ,
‘ આ એક ક્ષણમાં જ તો જીવવાનું છે,
નહીં તો અત્યારે, અહીંયાં કબરમાં જ સુતા છીએ ! ‘
Posted in અછાંદસ, સૌપ્રીય સોલંકી | 10 Comments »
Posted by સુરેશ on May 31, 2007
એટલા ભરપુર પણ ન થઇએ
કે બીજાં બરબાદ થઇ જાય.
Posted in ચાંદરણા | No Comments »
Posted by સુરેશ on May 31, 2007
ભગવતીકુમાર શર્મા નો જન્મદીન - 1934; સુરત
_______________________________________________
Posted in કેલેન્ડર | No Comments »
Posted by સુરેશ on May 30, 2007
અવકાશથી અવકાશને ભરતો રહ્યો,
તુજ મીલનની આશમાં ખરતો રહ્યો.
ને ક્ષીતીજે સરકતા સુરજ સમો
શુન્યમાં બસ દુર ઓગળતો રહ્યો.
હો વ્યથા કે કોઈની હો પણ કથા,
રક્તમાં બોળી કલમ લખતો રહ્યો.
કયાં જુદી ભાસે દશા જો આપણી ?
તું સળગતી ને ય હું બળતો રહ્યો
તીન પત્તી જેવી મારી જીદગીમાં,
બાજી જોકરની સદા રમતો રહ્યો.
- સુનીલ શાહ
Posted in ગઝલ, સુનીલ શાહ | 1 Comment »
Posted by સુરેશ on May 30, 2007
પોલી અફવાનાં પરીણામ
કેવાં નક્કર હોય છે !
Posted in ચાંદરણા | No Comments »
Posted by સુરેશ on May 30, 2007
સુરેશ જોશી નો જન્મદીન - 1921 ; વાલોડ , બારડોલી
_______________________________________________
Posted in કેલેન્ડર | No Comments »
Posted by સુરેશ on May 29, 2007
ભર મધરાતે તમારું સ્મરણ કર્યાનું યાદ,
ચપટીભર કંકુ સેંથીએથી ખર્યાનું યાદ.
પ્રસંગો બધા નજર્યું સામે હાથતાળી રમે,
ને સામટા અરમાનોના જૌહરની યાદ.
મૌનની સજા ગુંગળાવે મુજ ચિત્તને,
ને સવારે ઝાકળ થઇ ઠરી ગયાનું યાદ.
ભીંત પરના થાપા ચીતર્યા ને વીસ્તર્યા,
તીમીરના નીરમાં હશે ડુબ્યાનું યાદ.
મીણની જેમ પીગળતું આ પ્રતીબીંબ,
કાળના કાળા ઓછાયાથી ડર્યાનું યાદ.
ઝંખનાના દરીયામાં નીતરતો ‘હું’ ને,
મ્રુગજળમાં મઝધારે નાવ તર્યાનું યાદ.
હસ્તરેખાઓની મર્યાદા પુરી થતાં જ,
અશ્રુઓ શબનમ બનીને ઠર્યાનું યાદ.
- સૌપ્રીય સોલંકી
ઓસ્ટ્રેલીયાના ક્વીન્સલેન્ડ રાજ્યના નોર્થ રોકહેમ્પ્ટન શહેરમાં રહેતા આ નવોદીત કવીની પહેલી રચના અહીં પ્રકાશીત કરતાં હું આનંદ અનુભવું છું.
ક્યાં એકમેકને સ્વપ્ને ય ન ઓળખતા અમે બન્ને ગુજરાતના વતની, ક્યાં અમેરીકાનું મારું ડલાસ અને ક્યાં ઓસ્ટ્રેલીયાનું નોર્થ રોકહેમ્પ્ટન .
અહોહો ….છ છ ખંડોમાં ફેલાયેલ વીશ્વ ગુર્જરીના ગૌરવની ગાથાનું ગાન ગાયાની યાદ….
Posted in ગઝલ, સૌપ્રીય સોલંકી | 16 Comments »
Posted by સુરેશ on May 29, 2007
ધીરુબેન પટેલ નો જન્મદીન - 1926
_______________________________________________
Posted in કેલેન્ડર | No Comments »
Posted by સુરેશ on May 29, 2007
‘અફવા ચાલે છે.’ કહેનારો ખરેખર અફવા ફેલાવે છે.
કારણકે, તે તો ઉડતી હોય છે.
Posted in ચાંદરણા | No Comments »
Posted by સુરેશ on May 28, 2007
ભમરડો ઉભો રહેવા માટે ચક્કરે ચઢે છે.
Posted in ચાંદરણા | No Comments »