કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for May 2nd, 2007

છે? - સુનીલ શાહ

Posted by સુરેશ on May 2, 2007

પાનખરને કોણ કહે, થંભી જવાની ઘડી છે.
ઉદાસ આંખોમાં સપનાં સજાવાની ઘડી છે.
 
નીરાળો છે,આ તકદીરનો ખેલ પણ ભલા,
શું માનવીને માનવ થવાની ધુન ચડી છે?

બેફામ વીસ્તરતાં આ શહેરને કોઇ ખુણે,
ક્ણસતાં, લાચાર માનવીની કોને પડી છે?

વીસરાય છે, હ્સ્તી જગમાં વીદાય પછીથી
દીવાલે ટીંગાયેલ તસ્વીર ખુદની આંખે ચડી છે.

સુનીલ શાહ

Posted in સુનીલ શાહ | 5 Comments »

2-મે - વ્યક્તીવીશેષ

Posted by સુરેશ on May 2, 2007

ચુનીલાલ વર્ધમાન શાહ નો જન્મદીન  - 1887   

  • જાણીતા સાહેત્યકાર

_______________________________________________

Posted in કેલેન્ડર | No Comments »