પ્રફુલ્લ દવે ની યાદમાં

આજે પ્રફુલ્લભાઇ દવેની જીવનઝાંખી ના પ્રકાશન સમયે તેમની મધુર યાદને અર્પણ, આ નાનું શું પુશ્પ  ……

છંદ માલીની
( ન ન મ ય ય )
લલલ લલલ ગાગા| ગા લગાગા લગાગા     ……..    | યતી

( રાગ- મધુર સમય તેવે ખેતરે શેલડીના.   -  ગ્રામમાતા – કલાપી )
——————————————————————————

મધુર મધુર યાદો, પ્રફુલભાઇ વ્હાલા!
વધુ નથી મળ્યા તો, પ્રેમ દીલમાં ભર્યો છે.
કલમ કર ધરીને, કાગળો તો લખ્યા છે,
કવીત અવનવાં યે, મીત્રતાનાં રચ્યાં છે.

વીહગ સમ નભે હા! કલ્પના-પાંખ ઉડતાં,
ગણગણ કરંતા, ગાન આવાં ય ગાયાં.
જગત અવણ નાનું, ‘નેટ’ ના વ્યાપથી છે.
કલમ તજ ‘દવે’ તું, માઉસનો આશરો લે.

સદય હૃદય વ્હાલો ક્હાનજી સાથ દેશે.
ઉભય મનની માંહી પ્રીત સાચી ભરી જો.
ખચીત મળશું પ્રેમે ગોઠડી યે કરીશું.
જરુર મીલન થાશે, શામળો છે દયાળુ.

1 – મે   2007

         અહીં ઉંઝા જોડણીને કારણે માત્રાદોશ તજજ્ઞોને જણાશે, તે ખમી લેવા વીનંતી. પણ મધુર માલીની છંદમાં આ મારા મીત્રના પ્રેમથી ભરેલો પત્ર ગાવામાં મને કોઇ તકલીફ પડી નથી. અંતરે બહુ જ ભાવ પ્રગટ્યો.

One Response to “પ્રફુલ્લ દવે ની યાદમાં”

  1. Jugalkishor Says:

    માત્રાદોષ શા માટે દેખાય ? કાવ્યમાં ઇ-ઈ અને ઉ-ઊની છુટ કવીને દાયકાઓથી મળેલી છે. કવીતા-ગઝલમાં આવી માત્રાની છુટ ન લેનારા આપણી ભાષામાં કોઈ જાણમાં હોય તો બતાવો !! ઉમાશંકર-સુંદરમમાં ઢગલા મોઢે આવી છુટ લેવાયેલી છે.


Leave a Reply