વાત જાણે…- સુનીલ શાહ
Posted by સુરેશ on May 5, 2007
વાત જાણે….?
મળે ખાબોચીયાવાસ સુખનો
કે
દરીયો દર્દનો….
વાત જાણે એકજ..!
થાય ઉજાસનું આગમન
કે
અંધકારમાં ગમન….
વાત જાણે એકજ..!
પાંગરે સંબંધોનું પુશ્પ
કે
ફેલાવે સુવાસ….
વાત જાણે એકજ..!
આંસું બને દર્દની વાણી
કે
સ્નેહની સરવાણી….
વાત જાણે એકજ..!
ધબકું તારા હ્રદયમાં હું
કે
મારા રક્તમાં તું….
વાત જાણે એકજ..!
પ્યાલો ખાલી અડધો
કે
અડધો ભરેલો….
વાત જાણે એકજ..!
વફા મારી
કે
બેવફાઈ તારી….
વાત જાણે એક જ
……??
તડપું તારી યાદમાં હું
કે
કોઈની યાદમાં તું….
… … … ???
- સુનીલ શાહ
માનવજીવન કેટકેટલા વીરોધાભાસોથી ભરેલું છે?વાત એકની એક હોવા છતાં, બધો આધાર જોવા પર છે ! વળી અહીં અછાંદસ હોવા છતાં લય અને પ્રાસ કેવા સરસ મેળવ્યા છે?
મને હવે આ બધા મીત્રોને નવોદીત કહેવાનું સારું લાગતું નથી. જો આ બધા નવોદીત તો હું તો સાવ બાળક !
———————————————————-
સર્વે આગંતુકોને વીનંતી કે ભાઇ સુનીલની જેમ જોડણીની આ શૈલીમાં લખીને મને તેમની રચના મોકલશે તો, મારું કામ ઘણું ઓછું થઇ જશે. તમને ય સરળતા અને જોડણીદોશોના ભારમાંથી થોડી મુક્તી.
… બન્નેને લાભ.
Posted in સુનીલ શાહ | 2 Comments »