Posted by: સુરેશ | May 6, 2007

નવસર્જન – સુરેશ જાની

છંદ –  સ્રવીણી
ગણ – ર ર ર ર
ગાલગા ગાલગા ગાલગા ગાલગા
( રાગ – હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા)
_____________________________________________
ચાંદની લો ખીલી આજ આકાશમાં,
માનસે ઉઠતી લ્હેરખી ’કામ’ની.

વાયરો રેશમી સ્પર્શતો વ્હાલથી,
ઝંખના જાગતી પ્રીયની બાથની.

સ્પંદનો ફોરતાં રોમરોમે મહા,
મ્હાલતું દીલડું સાકીના સાથમાં.

પુશ્પધન્વા ગ્રહી બાણ સો ફેંકતો,
ચન્દ્ર તો ભાસતો દેવતા પ્રેમનો.

જાગતાં નર્તનો અંગ પ્રત્યંગમાં,
અંગથી અંગ ભીડી સુતાં પ્રેમીઓ.

નંદમાં મત્ત થૈ મ્હાલતો સાહ્યબો,
પ્રેયસી ઝીલતી સીકરો સામટી.

જીવના બે અણુ ચીપક્યા વ્હાલમાં,
એક થૈ પાંગર્યો બાળ અંકુર કો’.

વાદળી કો’ સરી ચન્દ્રને આવરી,
થાક ઉતારવા ચાંદની યે સુતી.

પોંખવા આમ આ કો’ નવા જીવને,
નંદમાં નાચતો ‘તુ’ રહ્યો શામળા !

સર્જન સહીયારું ‘ પર 5 – મે 2007 ના રોજ પ્રથમ વાર પ્રકાશીત.

માનવ જીવની ઉત્પત્તીનું આ કાવ્ય અચાનક જ સ્ફુર્યું – પ્રાક્રુતીક રીતે. અને ‘શામળો’ પણ સ્વાભાવીક રીતે જ આવી ગયો.
આપણે યૌન સંબંધોને આટલી સહજતાથી જોતાં શીખીએ તો?


Responses

  1. દાદા,તમે તો પાક્કા કવિ બની ગયા.મને તો હજુ છંદ શીખવાના ફાંફા છે.તમે શીખી ગયા.અભિનન્દન્

  2. સુંદર રચના….

    પણ મથાળે આ જે લખ્યું છે: ( રાગ – શું કરું શું કરું એ જ અજ્ઞાનતા)- એમાં
    હું કરું હું કરું એમ હોવું જોઈએ….

  3. congrats..!

  4. SAKI KE SAKHI NA SATHAMA !

  5. [...] મારું એક કવીતડું – ‘ સ્રવીણી ‘ અને શ…  – [...]

  6. It’s really a beautiful composition rendering joy taking us to the climax gradually.
    જીવના બે અણુ ચીપક્યા વ્હાલમાં,
    એક થૈ પાંગર્યો બાળ અંકુર કો’.

  7. દાદા, એક સહજ વીચારને બહુ નાજુકાઈથી પરોવ્યો છે.

    મેં આ જ વીષય પર લખેલી રચના થોડી આગળ વધી ગઈ છે, એટલે સ્વરાંજલી પર મુકવાની ટાળી છે. એમાંય છેલ્લે તો ‘શામળા’ના અણસાર આવી જ જાય છે.

    શું આ બાબત બહુ સામાન્ય છે? શું એટલે જ રજનીશે ‘સંભોગસે સમાધી તક’ લખ્યુ?


Leave a response

Your response:

Categories