કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for May 7th, 2007

7 - મે - વ્યક્તીવીશેષ

Posted by સુરેશ on May 7, 2007

પન્નાલાલ પટેલ નો જન્મદીન  - 1902, માંડલી, જિ. ડુંગરપુર, રાજસ્થાન    

  • માનવીની ભવાઇ અને મળેલા જીવ જેવી અમર ક્રુતીઓના સર્જક
  • જીવનઝાંખી 

‘સૈફ’ પાલનપુરી ની પુણ્યતીથી  - 1923, પાલનપુર    

  • જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી
    બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા
    પેલા ખૂણે જે બેઠા છે એ ‘સૈફ’ છે, મિત્રો જાણો છો?
    કેવો ચંચલ જીવ હતો, ને કેવા રમતારામ હતા !
  • જીવનઝાંખી 

_______________________________________________

Posted in કેલેન્ડર | No Comments »

એકરાર - શાંગ્રીલા પંડ્યા, Shangrila Pandya

Posted by સુરેશ on May 7, 2007

હજી તો મળવાની શરૂઆત થઇ છે.
ઘણું સમજવાનુ બાકી છે.

હૈયાની ઉર્મીઓને વહેવા દો.
પ્રેમ પારાવારમાં ના’વા દો.

નજર નજરથી મળવા દો.
અન્તરની ઉર્મીઓને ટકરાવા દો.

સમયના વ્હેણ સાથે જીવવા દો.
પ્રેમની કદર એક્મેક્ને થાવા દો.

પ્રેમની કબુલાતનો સમય આવવા દો.
પ્રેમનો એકરાર થાવા દો.

- શાંગ્રીલા પંડ્યા

બાલુભાઇ પટેલની ગઝલ યાદ આવી ગઇ.

“  ચાલ મળીએ કોઇ પણ કારણ વીના. ”

Posted in શાંગ્રીલા પંડ્યા | 2 Comments »