Posted by: સુરેશ | May 7, 2007

એકરાર – શાંગ્રીલા પંડ્યા, Shangrila Pandya

હજી તો મળવાની શરૂઆત થઇ છે.
ઘણું સમજવાનુ બાકી છે.

હૈયાની ઉર્મીઓને વહેવા દો.
પ્રેમ પારાવારમાં ના’વા દો.

નજર નજરથી મળવા દો.
અન્તરની ઉર્મીઓને ટકરાવા દો.

સમયના વ્હેણ સાથે જીવવા દો.
પ્રેમની કદર એક્મેક્ને થાવા દો.

પ્રેમની કબુલાતનો સમય આવવા દો.
પ્રેમનો એકરાર થાવા દો.

- શાંગ્રીલા પંડ્યા

બાલુભાઇ પટેલની ગઝલ યાદ આવી ગઇ.

“  ચાલ મળીએ કોઇ પણ કારણ વીના. ”


Responses

  1. તમારા શબ્દોને આમજ વહેવા દો
    નવા વીચારોના દ્વાર ઉઘડવા દો
    ….સુનીલ શાહ

  2. very nice, please continue


Leave a response

Your response:

Categories