કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for May 8th, 2007

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on May 8, 2007

” પ્રેમ એ પ્રગટ થયેલી સુગંધ છે,

 અને પ્રગટ થયેલી સુગંધને

કેદ કરી શકાતી નથી. ”

———————————————————————

            આજથી આ નવો વીભાગ અહીં શરુ કરતાં મને આનંદ થાય છે. ગુજરાતના ગૌરવ જેવા, કકીરી હાલવાળા, માનનીય  સારસ્વત શ્રી. રતીલાલ ‘અનીલ’ની વીશીશ્ઠતા એટલે ‘ચાંદરણા’ અને ‘મરકલાં’ . આજથી તેમનું એક ચાંદરણું રોજ અહીં આપવામાં આવશે.

          નવી જોડણી વાપરવા બદલ તેઓ મને સાંખી લેશે, તેવી આશા રાખું છું.

તેમના જીવન વીશે વાંચવા અહીં ‘ક્લીક’ કરો.

Posted in ચાંદરણા | 4 Comments »

8 - મે - વ્યક્તીવીશેષ

Posted by સુરેશ on May 8, 2007

દેવજી મોઢાનો જન્મદીન   - 1913   

_______________________________________________

Posted in કેલેન્ડર | No Comments »

ઉંઝા જોડણી વીશે - સુનીલ શાહ

Posted by સુરેશ on May 8, 2007

ઉઁઝા જોડણીમાં લખતાં લખતાં…
       છેલ્લા એક અઠવાડીયાથી ઉંઝા જોડણીમાં લખવાની પ્રેકટીસ શરુ કરી…

       આજે ? જુઓ પરીણામ સામે જ છે! ગુજરાતીઓ અને ખાસ તો વીદ્યાર્થીઓ ગુજરાતી ભાશાથી વીમુખ થતા જાય છે તેનું એક કારણ જોડણીના અટપટા નીયમો અને તેની વીસંગતતાઓ છે. ગમે તેટલો હોઁશીયાર ગુજરાતી વીદ્યાર્થી પણ પોતાની માતૃભાશામાં અટવાય છે. બીજું તો ઠીક, ઉંઝા જોડણી પ્રમાણે માત્ર એક જ ’ હ્રસ્વ ઉ’ અને ‘દીર્ઘ ઇ’ સ્વીકારાય તથા સુરેશભાઇ લખે છે તેમ, બેને બદલે એક જ ‘શ’ સ્વીકારાય તો મોટા ભાગની તકલીફોથી છુટકારો થાય.

          ઇતીહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે પરીવર્તન આવ્યું છે, ત્યારે ત્યારે માનવ સમાજે તેનો સ્વીકાર કરવામાં મુંઝવણ અનુભવી છે. જોડણી તેમાંથી બાકાત થોડી રહે ? કેટલાક સામયીકો, ઇ-સામયીકોએ આ પરીવર્તનનો સ્વીકાર કરીને ભાશાની સરળતાને પંથે ડગ માંડી દીધું છે. આવા એકલવીરોને અભીનંદન ! પરંપરાગત ભાશા-જોડણીના કેટલાક વીદ્વાનોએ આની શરુઆત કરી છે તે બહુ જ આનંદની વાત છે.

યાદ રહે…..  
       નવો  ક્રાંતીકારી વીચાર અપનાવનારા હંમેશા લઘુમતીમાં જ હોય છે.  પરીવર્તન હંમેશા ધીમી ગતીએ થતું હોય છે. પરંપરાવાદીઓ ભલે બુમરાણ મચાવે,  સામા પ્રવાહે તરનારાઓને આ નહી તો પછીની પેઢી પ્રમાણીત કરે જ છે. પરીવર્તનના સુરજને પરંપરાની ધુળ ઢાંકી ન જ શકે.
        જુઓ, આટલું વાંચવામાં કશી તકલીફ પડી ? લખાણમાં ક્યાંયે બે અર્થ થતા દેખાયા ? ખુલ્લું મન રાખીને આ રીતે લખવાનો પ્રયત્ન કરી જુઓ.  ધીમેધીમે ફાવટ આવતી જશે, ભાશાકીય તકલીફો દુર થશે. માતૃભાશા તરફ રસ વધશે. એટલું ઉમેરું કે હવે મારા લખાણમાં જોડણીદોશ હોવાનો જે ભય મને સતાવતો હતો તે ઘણા અંશે દુર થયો છે.

   -   સુનીલ શાહ

———————————

       વાચકો ગુમાવવાનો ભય છતાં, આ બહાદુરીભર્યો પ્રયત્ન કરવા માટે  સુનીલભાઇને ધન્યવાદ……

Posted in સુનીલ શાહ | 7 Comments »