Posted by: સુરેશ | May 8, 2007

ઉંઝા જોડણી વીશે – સુનીલ શાહ

ઉઁઝા જોડણીમાં લખતાં લખતાં…
       છેલ્લા એક અઠવાડીયાથી ઉંઝા જોડણીમાં લખવાની પ્રેકટીસ શરુ કરી…

       આજે ? જુઓ પરીણામ સામે જ છે! ગુજરાતીઓ અને ખાસ તો વીદ્યાર્થીઓ ગુજરાતી ભાશાથી વીમુખ થતા જાય છે તેનું એક કારણ જોડણીના અટપટા નીયમો અને તેની વીસંગતતાઓ છે. ગમે તેટલો હોઁશીયાર ગુજરાતી વીદ્યાર્થી પણ પોતાની માતૃભાશામાં અટવાય છે. બીજું તો ઠીક, ઉંઝા જોડણી પ્રમાણે માત્ર એક જ ’ હ્રસ્વ ઉ’ અને ‘દીર્ઘ ઇ’ સ્વીકારાય તથા સુરેશભાઇ લખે છે તેમ, બેને બદલે એક જ ‘શ’ સ્વીકારાય તો મોટા ભાગની તકલીફોથી છુટકારો થાય.

          ઇતીહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે પરીવર્તન આવ્યું છે, ત્યારે ત્યારે માનવ સમાજે તેનો સ્વીકાર કરવામાં મુંઝવણ અનુભવી છે. જોડણી તેમાંથી બાકાત થોડી રહે ? કેટલાક સામયીકો, ઇ-સામયીકોએ આ પરીવર્તનનો સ્વીકાર કરીને ભાશાની સરળતાને પંથે ડગ માંડી દીધું છે. આવા એકલવીરોને અભીનંદન ! પરંપરાગત ભાશા-જોડણીના કેટલાક વીદ્વાનોએ આની શરુઆત કરી છે તે બહુ જ આનંદની વાત છે.

યાદ રહે…..  
       નવો  ક્રાંતીકારી વીચાર અપનાવનારા હંમેશા લઘુમતીમાં જ હોય છે.  પરીવર્તન હંમેશા ધીમી ગતીએ થતું હોય છે. પરંપરાવાદીઓ ભલે બુમરાણ મચાવે,  સામા પ્રવાહે તરનારાઓને આ નહી તો પછીની પેઢી પ્રમાણીત કરે જ છે. પરીવર્તનના સુરજને પરંપરાની ધુળ ઢાંકી ન જ શકે.
        જુઓ, આટલું વાંચવામાં કશી તકલીફ પડી ? લખાણમાં ક્યાંયે બે અર્થ થતા દેખાયા ? ખુલ્લું મન રાખીને આ રીતે લખવાનો પ્રયત્ન કરી જુઓ.  ધીમેધીમે ફાવટ આવતી જશે, ભાશાકીય તકલીફો દુર થશે. માતૃભાશા તરફ રસ વધશે. એટલું ઉમેરું કે હવે મારા લખાણમાં જોડણીદોશ હોવાનો જે ભય મને સતાવતો હતો તે ઘણા અંશે દુર થયો છે.

   -   સુનીલ શાહ

———————————

       વાચકો ગુમાવવાનો ભય છતાં, આ બહાદુરીભર્યો પ્રયત્ન કરવા માટે  સુનીલભાઇને ધન્યવાદ……


Responses

  1. Dear Sunil,

    I have been reading Gujarati without “Unjha” jodani for years & it was little weird for me to read this post. I didnt find any difficulty reading it. But, to me it wasnt a natural flow reading it.

    I agree that ” નવો ક્રાંતીકારી વીચાર અપનાવનારા હંમેશા લઘુમતીમાં જ હોય છે. પરીવર્તન હંમેશા ધીમી ગતીએ થતું હોય છે. પરંપરાવાદીઓ ભલે બુમરાણ મચાવે, સામા પ્રવાહે તરનારાઓને આ નહી તો પછીની પેઢી પ્રમાણીત કરે જ છે. પરીવર્તનના સુરજને પરંપરાની ધુળ ઢાંકી ન જ શકે.”

    But, what you call “ક્રાંતીકારી” – can only be tested by time. And those who are shouting might not necessarily be “પરંપરાવાદી”.

    On the other hand, isn’t it our limitation in helping people understand the rules of the language than to change it because it is difficult?

    How about using ‘S’ instead of ‘C’ in English? OR using ‘V’ insread of ‘W’?
    We are modifying the language to adjust to our limitations (which will be more, as the time goes)

    Is the sole purpose of “Unjha” jodani to bring people back to Gujarati?
    If so, it will be a great change & I am for it.

    Do write back to me on my email id. I would love to hear your views.

    Thanks for reading :)

  2. ઉંઝા જોડણીવાળા ક્રાંતીકારી છે એ જરા વધુ કહેવાય, ક્રાંતી શબ્દના અર્થના અનુસંધાને. એના વીરોધીઓને પરંપરાવાદી કરતાં બહુ તો પરંપરાવાળા કહેવાય જે પણ અનીવાર્ય નથી.જોકે આવાં વીશેષણો લખવામાં વપરાય તેને એક સહજ અભીવ્યક્તીથી જોવાની જરુર નથી.

    ગુજ.જોડણીના નીયમો શીખવવાનું લગભગ અશક્ય છે એમ કહીશ તો નવાઈ લાગશે પરંતુ એ નીયમોની ભાષા જ એટલી અઘરી છે કે વાત નહીં ! પણ એને જવા દઈએ તો પણ દરેક નીયમ પછી આપવામાં આવેલા અપવાદોની સંખ્યા એટલી બધી છે કે નીયમ સાચો કે અપવાદો ?! એવો સવાલ થાય થાય ને થાય જ !!
    શીક્ષકો, અધ્યાપકો, લેખકો, સાહીત્યકારો, ભાષાશુદ્ધીના આગ્રહી ને ઉત્તમ કહેવાય એવાં સામયીકો, વગેરે કોઈપણ સો ટકા શુદ્ધ લખી શકતાં નથી તેનું કારણ બીજું શું હોઈ શકે ?! અંગ્રેજીમાં પાનાંના પાનાં ભરીને શુદ્ધ લખી શકાય તો ગુજરાતીમાં કેમ નહીં ? આવો આગ્રહ ઉંઝા જોડણીના વીરોધીઓ કેમ રાખતા નથી ?! ભાષાની જેમને હૈયે દાઝ છે એવા લોકો પોતે શુદ્ધ લખે છે ? જેમને ભાષા,બોલી, વ્યાકરણ, જોડણી, લીપી વગેરે વીષે કશી જ ખબર નથી એવાઓ પણ ઉંઝાની સામે મોટા અવાજે વીરોધ કરે છે !! વીરોધનો વીરોધ ક્યારેય ન કરાય; તો તો બંને સરખા ગણાય.પણ વીરોધ પાછળ કંઈ કારણ, લોજીક તો હોવું ઘટે! અમુક સાહીત્યકારો, વીદ્વાનોએ તો ઉંઝાનો વીરોધ સાવ બાલીશરીતે કર્યો છે–એમ કહીને કે આંખને ગમતું નથી !!! બીચારી ભાષા!!! ધન્ય એના વીદ્વાનો !

    હકીકતમાં ઉંઝાજોડણીનું કામ “ગુજરાતીને પાછી લાવવા પુરતું મર્યાદીત” નથી. એનું લક્ષ્ય “ગુજરાતીને સહેલી બનાવવાનું જ” પણ નથી !એનું લક્ષ્ય ગુજરાતી જોડણીને “શાસ્ત્રીય” બનાવવાનું ‘જ’ / ‘પણ’ છે !! (હજી બીજા સુધારાઓ પણ આવી જ રહ્યા છે )આજની જોડણી શાસ્ત્રીય નથી એવી વાત ભાષાશાસ્ત્રીઓએ ડંકે કી ચોટ કહી છે. આપણો કક્કો આપણી બારાક્ષરી કેટલાં તર્કબદ્ધ અને શાસ્ત્રીય અને ફોનેટીકલી લોજીકલ છે એની જાણકારીનો અભાવ જ કદાચ એકમાત્ર કારણ છે ઉંઝાને ન સમજવા પાછળનું !

    મારા બંને બ્લોગ પર એકધારી રીતે હું આ શાસ્ત્રીય બાબતોને સહેલી બનાવીને મુકી રહ્યો છું એના તરફ ધ્યાન કેન્દ્રીત કરવા-કરાવવાની જરુર છે.

    ચર્ચા છેડવા-છંછેડવા માટે સૌનો આભાર !જુ.

  3. આદરણીય કલ્પેશભાઈ ,
    ક્રાંતીકારી શબ્દ ન પસંદ પડયો એવો સ્પશ્ટ મત વ્યક્ત કરવા બદલ આભારી છું.
    સાર્થ જોડણી કોશ મુજબ તેનો અર્થ પરીવર્તન કરનારું એવો થાય છે.કોઈપણ
    ક્ષેત્રે પરીવર્તન કરનારા કે તે માટૅ નો પ્રયાસ કરનારા માટે આ શબ્દ વાપરી શકાય
    એવો મારો નમ્ર મત..! હું ખોટો હોઈશ તો આનંદથી સ્વીકારી લઈશ.
    સુનીલ શાહ.

  4. Dear JugalKishor/Sunil,

    “ક્રાંતીકારી” is an exaggeration in this context.
    I agree that I am zero in understanding lipi, jodani etc.

    But, reading this article didnt fit the natural flow of reading (from Gujarati, that I learnt in school). Note that I am not against “unjha” jodani.

    My only question is – why not make the language understandable to everyone (me included), keeping it in current form? I think, Hindi/Marathi follows similar set of rules when putting “i” or “ee” and “u” or “oo”

    A course to understand Gujarati (lip, jodani, vykaran) would be better for me to be able to debate on this topic :)

    Can you help me (or for people who do not understand Gujarati in a shastriya way) learn it?

  5. ક્રાંતીકારી શબ્દ ન ગમે તો પરીવર્તક? ગમે તે નામ આપો ! નામમાં શું?
    અને તેનો વીરોધ કરનારા પણ આપણા મીત્રો જ છે, તે જુગલભાઇની વાત મને ગમી. મારો ભાવ પણ બધાની જેમ એક વર્શ નકારાત્મક રહ્યો હતો. મારા પુર્વગ્રહો પર પથ્થર મુકી આ પ્રયોગ મેં હાથ ધર્યો છે.

    જેમ હું આ નવી જોડણી વાપરતો જાઉં છું , તેમ તેમ મને તેની સરળતા સ્પર્શતી જાય છે.
    આશા રાખું કે મારા મનમાં તેના દેખાવ માટે જે સુગ અને અસુયા હજુ પણ છે, તે દુર થશે.

    સુટ છોડીને પોતડી અપનાવનાર ગાંધીજી કહેતા હતા કે ‘ભારતના ખેડુતે માથે ફેલ્ટ પહેરવી જોઇએ.’ તે મહાન વ્યક્તી, સૌથી વધારે પરીવર્તનશીલ હતા. જે કપડું અનુકુળ હોય તે પહેરવું તેમાં શાણપણ છે. સતત પરીવર્તનશીલ જગતમાં કોઇ પણ વ્યવસ્થા કાયમી હોતી નથી.

    ISO-9000 ના ડોક્યુમેન્ટની એક અત્યંત જરુરી જોગવાઇ છે – ‘ પરીસ્થીતીને અનુરુપ પરીવર્તન માટેની વ્યવસ્થાની પધ્ધતી ‘. તેમાં સરળતા અને વપરાશકારની સુવીધા એ પાયાના તત્વો હોય છે.

    અને માત્ર સાહીત્યકારો જ ભાશાના વાપરનારા નથી હોતા. જોડણીકોશમાં આપણે સ્ટાન્ડર્ડાઇઝેશનથી આગળ જઇ આ ભાવ લાવવાની જરુર છે.

  6. Mr J.K.V., do you really love Gujarati and want its classical reform or it is just a gimmick of being sharply verbal and remain in lime-light? Do you mean that the well-established phonetics and grammar of Samskrit is absurd from which Gujarati and many other vernacular languages are derived? If so, you are not very convincing and just another fad. You say that why we all can write pages of proper English. This is because there in no unjha-English (American is still better than unja). Moreover, English has so many exceptions then rules- still we all try to lean it and try to make it right (there is no way out- isn’t it?). We use word processors for automatic spelling errors- do something similar for Gujarati rather than fault finding in existing jodani and proposing a garbage of ujha- jodani.

    There are many vernacular languages in India. Are they all so concerned about their Samskrit origin and their grammar, jodani? Are there bunch of bizarre clowns in these languages as well?

    May be, if you are allowed you will market- બપલચખ(બે પાલી ચોખા)- type language (of old times) without any hesitation!

    Mr Sunil, you probably new to the literature and have easily been targeted by communist unjha group. Just beware!

    Gandhiji was poor in Gujarati jodani and might have coined simplification of jodani. It seems the blind Gandhian followers are master to bang on the name of Gandhi and by name-dropping of other important figures in literature. It doesn’t help that way- this is a cheap marketing methodology. Try to learn the beauty, originality, and diversity of your language. This unjha jodani is a racist approach towards words. Don’t try to manage language and art. Let it flow and let people enjoy their inherent beauty.

    Finally, there are more important issues than ‘Unjha-Jodani’ in this world. Please do something better rather than wasting your/our time in such debate and trying to grab attention of others.

    Good luck.

  7. આ ( 6 ) નંબરની કોમેન્ટ લખનાર વ્યક્તીને વીનંતી કે તેમનું સાચું ઇમેલ સરનામું લખીને જણાવે.
    આવી નનામી કે અનામી (?!) કોમેન્ટ તેમના માનસને છતું કરે છે.
    અને આ બહુ અગત્યનો વીશય નથી તો ચર્ચામાં કેમ ઉતરે છે? વાંચવા માટે ગુજરાતી ભાશાના 100થી વધુ બ્લોગ છે જ !

  8. There are many vernacular languages in India. Are they all so concerned about their__Samskrit___ origin and their grammar, jodani? Are there bunch of bizarre clowns in these languages as well?

    May be, if you are allowed you will market- બપલચખ (બે પાલી ચોખા) – type language (of old times) without any hesitation!
    STOP SUCH TOPIC TO SURFERS!!!

    http://www.yogaeast.net


Leave a response

Your response:

Categories