Posted by સુરેશ on May 11, 2007
મૃણાલીની સારાભાઇ નો જન્મદીન - 1928, મદ્રાસ
- જાણીતા નૃત્યકાર અને નૃત્યગુરુ
‘મસ્ત’ હબીબ સારોદી ની પુણ્યતીથી - 1972, સુરત
- “મને અલ્લાહને સોઁપી જનારા આટલું સાંભળ,
હું એક ઈંન્સાન છું ,ઈન્સાનની મારે જરુરત છે.”
- જીવનઝાંખી
ભોળાનાથ સારાભાઇ ની પુણ્યતીથી - 1886, અમદાવાદ
_______________________________________________
Posted in કેલેન્ડર | No Comments »
Posted by સુરેશ on May 11, 2007
” આંસું ભલે ખારાં હોય પણ
તેમાં આયોડીન તો હોવું જ જોઇએ. “
—————————————————————————-
જેમ જેમ હું અહીં ચાંદરણાં લખતો જાઉં છું, તેમ તેમ મને એવું લાગે છે કે, આ દરેકની ઉપર કેટલું બધું લખી શકાય? અને શીખી શકાય?
જો કોઇને આ ‘ ચાંદરણાં’ વાંચીને આવું કાંઇ લખવાનો ભાવ જાગે તો મને લખીને મોકલે. અહીં આપણે તે છાપીશું. અને તમારા વીચારોનો સૌને લાભ મળશે.
Posted in ચાંદરણા | No Comments »
Posted by સુરેશ on May 11, 2007
ઉંચી-નીચી
ઉબડ-ખાબડ ધરતી,
ને સ્નેહની હરીયાળી ચાદર….
હે, માત્રુભુમી!
અનાદીકાળથી
વરસાવે તું
હેત અનરાધાર….
બન્યો માનવ જ
અમાનવ,
ને ભુલ્યો
તારો આદર….
કોણ સમજે,
કોને સમજાવે,
ધરતી જ અમ આધાર….
હણાયા ઠેર ઠેર
ધરતીનાં ચીર,
ને હવામાં
મલીન કણો અપાર….
સમય કહે
બદલો દીશા,
વીચારધારા- વહેણની
યા જાઓ પેલે પાર….
ક્યાં જશો
ને કોણ આપશે
હવે
બીજી ધરતી ઉધાર….?
- સુનીલ શાહ
Posted in સુનીલ શાહ | 2 Comments »