કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for May 12th, 2007

12 - મે - વ્યક્તીવીશેષ

Posted by સુરેશ on May 12, 2007

રમણલાલ વ. દેસાઇ નો જન્મદીન   - 1892, શીનોર, જી. વડોદરા   

  • જાણીતા નવલકથા લેખક 
  • આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું! 
  • જીવનઝાંખી

_______________________________________________

Posted in કેલેન્ડર | No Comments »

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on May 12, 2007

“  ચૌદમું રતન તો ભીખારી પાસે પણ હોય છે.

Posted in ચાંદરણા | No Comments »

ટપકું -વીજેશ શુક્લ

Posted by સુરેશ on May 12, 2007

બ્રહ્માંડના  ચોકમાં પ્રુથ્વી  એક  ટપકું.
ગગનના  ગોખમાં  સુરજ  એક  ટપકું.

ગોપીના ગાલમાં  તલનું એક  ટપકું.
કન્હાના  પીચ્છમાં  નીલું એક  ટપકું.

દુલ્હનના  ભાલમાં કંકુ એક ટપકું.
પ્રીયતમની આશમાં આંસું એક ટપકું.

અંધારી ઝુંપડીમાં દીપક એક ટપકું.
જીંદગીના રણમાં આશા એક ટપકું.

અજગરની ભીંસમાં ખરગોશ એક ટપકું
મ્રુત્યુના પાશમાં માનવ એક ટપકું.

-   વીજેશ  શુક્લ

વીજેશભાઇનું નવોદીતોના આ સમ્મેલનમાં સ્વાગત છે. 

વીજેશભાઇ! તમે અહીંયાં ટપકું પણ નથી અને ટપક્યા પણ નથી !! આવી સરસ રચનાઓ આપતા રહેજો અને બીજા મીત્રોને પણ વાવડ આપજો કે, તેમની કોઇ પણ શીશ્ઠ રચના અહીં આવકાર્ય છે.

વળી આપણા વડીલ અને ગુજરાતી ભાશાના અઠંગ અભ્યાસી મીત્ર શ્રી. જુગલકીશોર વ્યાસે રચનાઓનો અભ્યાસ કરી માર્ગદર્શન આપવાનું પણ સ્વીકાર્યું છે. આપણે તેમની સેવાઓનો લાભ જરુર લઇશું.

Posted in વીજેશ શુક્લ | 3 Comments »