કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for May 16th, 2007

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on May 16, 2007

ફુલ પોતાનામાં રહીને પોતાની બહાર જાય છે.

Posted in ચાંદરણા | No Comments »

નવી જોડણી –સુનીલ શાહ

Posted by સુરેશ on May 16, 2007

નવી જોડણીનો સંવાદ થાવા દો,
વીચાર વલોણું આમ વલોવાવા દો.

ફાડો છેડો, વીસંગતતાઓનો હવે તો,
ગુર્જરીને સરળતાથી હવે વહેવા દો.

નથી સવાલ સાચા–ખોટાપણાનો આ,
ભાશાને સમજાય તેવી થાવા દો.

વાત ભલે થાય તેના સૌંદર્યની,
અંદરનું કે બહારનું, નક્કી તે થાવા દો.

અસંમતીનો સુર રાખી અકબંધ,
નવા વીચારને અજમાવવા દો.

–   સુનીલ શાહ

Posted in સુનીલ શાહ | 1 Comment »