Posted by સુરેશ on May 18, 2007
ઉર્મી અને મારી ભાવનાને માન આપી બ્લોગર ભાઇ બહેનોએ આજની ટપાલોમાં જે ઉત્સાહ અને ભાવ પ્રગટ કર્યા તેનો પ્રતીસાદ આદરણીય આદીલજીએ નીચે મુજબ પાઠવ્યો છે -
————————————————————————–

આદરણીય ઉર્મીસાગરજી ,
આપે, સુરેશભાઇ જાની અને સર્વ શુભેચ્છકો, મિત્રો સ્વજનોએ લાગણીભર્યા શબ્દો, શિઘ્ર કાવ્યરચનાઓની અમી વર્ષા દ્વારા નેટ ઉપર જે ગુલાલ ઉડાવી ઉજવણી કરી, તે બદલ હૃદયપૂર્વક સર્વનો ઋણી છું.
ખૂબ ખૂબ આભાર સાથે તાજા ગઝલના થોડાક શેર….
થાકી જશો શરીરેની સાથે ફરી ફરી
હોવાપણાનો ભાર નહીં જીરવી શકો.
મિત્રો ને શત્રુઓથી બચી નીકળો પછી,
પડછાયાનો પ્રહાર નહીં જીરવી શકો.
મૃત્યુનો ઘા કદાચ તમે જાવ જીરવી
જીવનનો બેઠ્ઠો માર નહીં જીરવી શકો.
મૂકીએ ગઝલના ચોકે બનાવીને બાવલું,
માથે સતત હગાર નહીં જીરવી શકો.
- ‘આદિલ’ મન્સૂરી
Posted in સમાચાર | 16 Comments »
Posted by સુરેશ on May 18, 2007
‘નદીની રેતમાં રમતા નગર’ માં ઉછરેલા આ શાયર કહે છે -
‘ક્યાં કહું છું કે, મદીરા જ વધારી આપો,
એને તો જીંદગીભર રહે તેવી ખુમારી આપો. ‘
અને તેમને તો ?
તેમના
‘ આંસુંઓ માટે કોઇનો પાલવ તો જોઇએ.
તારાઓ લઇને શું કરે ‘આદીલ’ ગગન વીના?’
પણ જો જો ! એમ ના બને કે તેમને કહેવું પડે કે
‘ જેઓની પાસે મારાં દુઃખોનો ઇલાજ છે,
તે આવી દુઃખમાં ઓર વધારો કરી ગયા ! ”
કમસે કમ આપણે એટલું કહીને અટકી તો ન જ જઇએ કે.
‘દુઃખ પડે છે તેનો ‘આદીલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.‘!
તેઓ તો આપણને પોતાના સ્વજન ગણે છે. ખરેખર ‘માનવ થઇ શકેલા’ અને એવું માનનારા, સાચા ’માનવી’ છે કે,
‘ખુદ મને હું શોધવા ફરતો હતો,
ચોતરફ મારા જ પડછાયા હતા.’
બાકી એ તો અમેરીકામાં એવા રહી ગયા છે કે,
‘ હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.’
હવે અમારે
‘જે વાત કહેવી છે, શબ્દોથી જીરવાય નહીં,
પરીસ્થીતી વીશે ચુપ પણ રહી ન શકાય.’ !!
મીત્રો ! આજે આપણા એ લાડીલા આદીલજી 71 વર્ષ પૂરા કરી 72 મા વર્ષની નવી સફર આદરે છે. આપણા સૌ વતીથી તેમને આ શુભ પ્રસંગે હાર્દીક મુબારક્બાદી !!!!!!!!

તેઓ કદાચ આપણને સંબોધીને કહે છે કે,
‘આદીલ’ ઘરેથી નીકળ્યો – મીત્રોને શોધવા,
આપણે એવું નહીં કહીએ કે ,
‘ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો’ ;
પણ એમ કહીશું કે
” ‘ આદીલ’ ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું,
ગઇકાલનો આ માનવી, ( ગઝલનો ) શીક્ષક બની ગયો.”
તેઓ આપણને હજુ આવી તરોતાજા, ખુશનુમા, સદાબહાર ગઝલો આપતા રહે તેવી મનોકામના.
ફકીર મહમ્મદ મન્સુરી ‘ આદીલ’ નો પરીચય વાંચવા અહીં ‘ક્લીક’ કરો . જન્મ - 18 મે - 1936, અમદાવાદ
આપણે ‘આદીલ’ જીને ખાસ વીનંતી કરીએ કે, આ પ્રસંગે આપણા સૌને માટે એક વીશીશ્ઠ સંદેશો આપે.
Posted in સમાચાર | 4 Comments »
Posted by સુરેશ on May 18, 2007
દીવાસળી માથું ગુમાવે છે, ત્યારે શરીર પણ ગુમાવે છે.
Posted in ચાંદરણા | 1 Comment »
Posted by સુરેશ on May 18, 2007
આદીલ મન્સુરી નો જન્મદીન - 1936 ; અમદાવાદ
- નદીની રેતમાં રમતું નગર મળે ન મળે.
- માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
- જીવનઝાંખી
નરોત્તમ પલાણ નો જન્મદીન - 1935 ; રાણા ખીરસરા, પોરબંદર
નીરંજન ભગત નો જન્મદીન - 1926, અમદાવાદ
- હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?
- જીવનઝાંખી
હરીશ્ચંદ્ર ભટ્ટ ની પુણ્યતીથી - 1950
- નીર્દોષ ને નીર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણ,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેં પુર્ણ ચીતા મહીં કર્યો !
- જીવનઝાંખી
_______________________________________________
Posted in કેલેન્ડર | No Comments »