Posted by: સુરેશ | May 18, 2007

આદિલજીનો જવાબ ….

    ઉર્મી અને મારી ભાવનાને માન આપી બ્લોગર ભાઇ બહેનોએ આજની ટપાલોમાં જે ઉત્સાહ અને ભાવ પ્રગટ કર્યા તેનો પ્રતીસાદ આદરણીય આદીલજીએ નીચે મુજબ પાઠવ્યો છે –  

————————————————————————–

adil_mansuri_thumbnail.jpg

આદરણીય ઉર્મીસાગરજી ,

          આપે, સુરેશભાઇ જાની અને સર્વ શુભેચ્છકો, મિત્રો સ્વજનોએ લાગણીભર્યા શબ્દો, શિઘ્ર કાવ્યરચનાઓની અમી વર્ષા દ્વારા નેટ ઉપર જે ગુલાલ ઉડાવી ઉજવણી કરી, તે બદલ હૃદયપૂર્વક સર્વનો ઋણી છું.
ખૂબ ખૂબ આભાર સાથે તાજા ગઝલના થોડાક શેર….

થાકી જશો શરીરેની સાથે ફરી ફરી
હોવાપણાનો ભાર નહીં જીરવી શકો.

મિત્રો ને શત્રુઓથી બચી નીકળો પછી,
પડછાયાનો પ્રહાર નહીં જીરવી શકો.

મૃત્યુનો ઘા કદાચ તમે જાવ જીરવી
જીવનનો બેઠ્ઠો માર નહીં જીરવી શકો.

મૂકીએ ગઝલના ચોકે બનાવીને બાવલું,
માથે સતત હગાર નહીં જીરવી શકો.

- ‘આદિલ’ મન્સૂરી


Responses

  1. મૂકીએ ગઝલના ચોકે બનાવીને બાવલું,
    માથે સતત હગાર નહીં જીરવી શકો.
    વાહ ! વાહ !

  2. ઉત્તમભાઇ એ જે લખ્યું..એ જ ફરીથી મારે લખવું છે.

  3. really very thought provoking gazal..we shall ever remember.. adilji…salam
    nahi jiravai, nahi kahevay, nahi sahevay, nahi rahevai…
    pan aapani gazalo vanchine aaj jeevan phari jeevay..!!!

  4. આદરણીય આદિલજી,
    આપને જન્મદિનની મુબારકબાદી.

    મૃત્યુનો ઘા કદાચ તમે જાવ જીરવી
    જીવનનો બેઠ્ઠો માર નહીં જીરવી શકો.

    ખૂબ સાચી વાત કહી આપે.

  5. આદીલજી,
    તમારી વાત આ–દીલને સ્પશી ગઈ

  6. really a great work done by Dada and Urmi

  7. For Adil Mansuri, I would say, “Whenever I come across his name or a Gazal, I remember those memorable days of my years at Shilpi Advertising where sher mehfils took place! Adil, I won’t say jeo hazaro saal – to be very practical – will say, Happy Ageing and god bless you!

    - ilaxi

  8. સુંદર ગઝલ… આભાર, આદિલજી…

  9. DEAR ADIL,

    GI E TO GI E AISE….JAI SE ADIL GI E.
    HAPPY BIRTH DAY.
    YOUR GAZALS WILL KEEP ADIL ALIVE.

  10. વાહ!
    ખુબ સરસ ગઝલ,
    આદિલજી,
    લખતા રહેજો વરસો વરસ,
    મલકતા રહેજો વરસો વરસ,
    આનાથી વિશેશ તો એ જ કહીશ,
    શ્વસતા રહેજો વરસો વરસ……..

  11. [...] જેવી ઊર્મીને આદરણીય ‘આદિલજી’ એ ‘આદરણીય’ કહીને હલબલાવી દીધી… અને મને [...]

  12. [...] (આભાર કાવ્ય સૂર) [...]

  13. મોડાં પણ મુબારક મારા તરફથી..!

  14. આદિલજી, તમારે તો હજી ઘણી વર્ષગાંઠ પર અમારી આવી જ શુભેચ્છાઓ જીરવવાની બાકી છે… :)

    જીરવી શકશો ને???

    ફરી એક વખત તમને ખુબ ખુબ મુબારક આ અને આવતાવર્ષો માટે શુભેચ્છાઓ…..

  15. આભાર આદિલસાહેબ…
    હાર્દિક શુભેચ્છાઓ…

  16. આદિલજી, તમારે તો હજી ઘણી વર્ષગાંઠ પર અમારી આવી જ શુભેચ્છાઓ જીરવવાની બાકી છે…

    જીરવી શકશો ને???

    ફરી એક વખત તમને ખુબ ખુબ મુબારક આ અને આવતાવર્ષો માટે શુભેચ્છાઓ…..

    આભાર આદિલસાહેબ…
    હાર્દિક શુભેચ્છાઓ…

    vijay


Leave a response

Your response:

Categories