વતનની ધુળથી માથું ભરી લઉં …..

‘નદીની રેતમાં રમતા નગર’ માં ઉછરેલા આ શાયર કહે છે -

‘ક્યાં કહું છું કે, મદીરા જ વધારી આપો,
એને તો જીંદગીભર રહે તેવી ખુમારી આપો.

અને તેમને તો ?
તેમના
‘ આંસુંઓ માટે કોઇનો પાલવ તો જોઇએ.
તારાઓ લઇને શું કરે ‘આદીલ’  ગગન વીના?’

પણ જો જો ! એમ ના બને કે તેમને કહેવું પડે કે
‘ જેઓની પાસે મારાં દુઃખોનો ઇલાજ છે,
તે આવી દુઃખમાં ઓર વધારો કરી ગયા
 ! ”

કમસે કમ આપણે એટલું કહીને અટકી તો ન જ જઇએ કે.
‘દુઃખ પડે છે તેનો ‘આદીલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.‘!

તેઓ તો આપણને પોતાના સ્વજન ગણે છે. ખરેખર ‘માનવ થઇ શકેલા’ અને એવું માનનારા, સાચા ’માનવી’  છે કે,
‘ખુદ મને હું શોધવા ફરતો હતો,
ચોતરફ મારા જ પડછાયા હતા.’

બાકી એ તો અમેરીકામાં એવા રહી ગયા છે કે,
હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.

હવે અમારે
‘જે વાત કહેવી છે, શબ્દોથી જીરવાય નહીં,
પરીસ્થીતી વીશે ચુપ પણ રહી ન શકાય.’ 
!! 

મીત્રો ! આજે આપણા એ લાડીલા આદીલજી 71 વર્ષ પૂરા કરી 72 મા વર્ષની નવી સફર આદરે છે. આપણા સૌ વતીથી તેમને આ શુભ પ્રસંગે હાર્દીક મુબારક્બાદી !!!!!!!!

                                                              adil_mansuri_thumbnail.jpg

તેઓ કદાચ આપણને  સંબોધીને કહે છે કે,

 ‘આદીલ’ ઘરેથી નીકળ્યો – મીત્રોને શોધવા,

આપણે એવું નહીં કહીએ કે ,
‘ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો’ ;

પણ એમ કહીશું કે
” ‘ આદીલ’ ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું,
ગઇકાલનો આ માનવી, ( ગઝલનો ) શીક્ષક બની ગયો.”

તેઓ આપણને હજુ આવી તરોતાજા, ખુશનુમા, સદાબહાર ગઝલો આપતા રહે તેવી મનોકામના.

ફકીર મહમ્મદ મન્સુરી ‘ આદીલ’ નો પરીચય વાંચવા અહીં ‘ક્લીક’ કરો   . જન્મ – 18 મે – 1936, અમદાવાદ

આપણે ‘આદીલ’ જીને ખાસ વીનંતી કરીએ કે, આ પ્રસંગે આપણા સૌને માટે એક વીશીશ્ઠ સંદેશો આપે.

4 Responses to “વતનની ધુળથી માથું ભરી લઉં …..”

  1. Uttam Gajjar Says:

    લોકલાડીલા આદીલજીને ૭૧મા જન્મદીને અમારી ‘સન્ડે ઈમહેફીલ’ની ટીમ તરફથી હાર્દીક મુબારકબાદી..આસીમસાહેબની જેમ સૈકો પાર કરો અને ગઝલની સેવા કરતા રહો…….
    ..રતીલાલા ચંદરયા, બળવંત પટેલ અને ઉત્તમ ગજ્જર..

  2. સુનીલ શાહ Says:

    જયારે પ્રણયની જગમાં શરુઆત થઈ હશે,
    ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઈ હશે !

    વ્હાલા આદીલજીને જન્મદીનની અનેક–અનેક શુભેચ્છા

  3. nilam doshi Says:

    જન્મદિવસની ખૂબ ખૂબ વધાઇ.

    આંસુઓ માટે કોઇ નો પાલવ તો જોઇએ…

    મારી પ્રિય ગઝલ.
    દાદા,આભાર્

  4. deepak parmar Says:

    ‘ આદીલ’ ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું,
    ગઇકાલનો આ છોકરો,શાયર બની ગયો.

    મારી પ્રિય ગઝલ… ‘ આદીલ’ સાહેબને જન્મદિવસની શુભકામનાઓ…


Leave a Reply