કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for May 19th, 2007

19 - મે - વ્યક્તીવીશેષ

Posted by સુરેશ on May 19, 2007

જમશેદજી ટાટા ની પુણ્યતીથી  - 1904 ; બાદ નૌહાઇમ , જર્મની   

_______________________________________________

Posted in કેલેન્ડર | No Comments »

મળે ન મળે - સુરેશ જાની

Posted by સુરેશ on May 19, 2007

ઘડી છે હાથમાં તારા, ફરી મળે ન મળે.
જગત-વમળ મહીં, સાચી ધરી મળે ન મળે.

રમે રમતો ભુંડી, જહાંને જેર કરવાને.
શીશુના ખેલ સુગંધો ભરી મળે ન મળે.

મળ્યા નસીબમાં સંબંધ, તેને સાચવજે,
ત્યજીશ તેમને, ધારી પરી મળે ન મળે.

કદી ભુતકાળમાં પાછી નજર કરીશ નહીં.
વીતી જે પળ ગઇ જરી સરી, મળે ન મળે.

કલ્પના ત્યાગ, સપનાં છોડ, આંખ ખોલી દે.
નજર સમક્ષની આ તક ખરી મળે ન મળે.

ઘણું જીવ્યો ‘ સુજાણ ’ જીંદગીને વાગોળી.
જીવનના રણ મહીં તારો હરી મળે ન મળે.

- સુરેશ જાની 

- 14 મે – 2007

‘ સર્જન સહીયારું ‘ પર 18 એપ્રીલ -2007 ના રોજ પહેલી વાર પ્રકાશીત ….

Posted in ગઝલ, સુરેશ | 3 Comments »

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on May 19, 2007

નાકનાં નસકોરાં એક જ આન્તરરાશ્ટ્રીય ભાશા બોલે છે.

Posted in ચાંદરણા | No Comments »