કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for May 20th, 2007

અમરફળ જોઈએ – સુનીલ શાહ

Posted by સુરેશ on May 20, 2007

કોણે કીધું સોનેરી પાંખ જોઈએ?
ઉડવા માટે બસ ઈરાદો જોઈએ.

બીંબ–પ્રતીબીંબના આ જગતમાં,
જીવનને નીરખવા નયન જોઈએ.

પોંખીએ તીમીરના ય આગમનને,
સંધ્યાટાણે એકમેકનો સાથ જોઈએ.

છો ને, સરી જતો સમયનો પાલવ,
જીવનને સમેટવા એક પળ જોઈએ.

ગમન–આગમન તો વીધીના ખેલ,
શાશ્વત થવા અમરફળ જોઈએ.

સુનીલ શાહ

છેલ્લી કડીમાં અમરફળની જગ્યાએ  સત્કર્મ મુકીએ તો કેવું? કે પછી સત્કર્મ જ તે અમરફળ?

પહેલી કડી પરથી મારા એક મુસ્લીમ મીત્રે કહેલો અને મને બહુ જ ગમતો શેર ટાંકવાની લાલચ જતી નથી કરી શકતો.

जो बात दीलसे नीकलती है, असर रखती है ।
पर नहीं, ताकते- परवाझ मगर रखती है ।

પર =  પાંખ
તાકતે પરવાઝ = પક્ષીની તાકાત

Posted in ગઝલ, સુનીલ શાહ | 3 Comments »

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on May 20, 2007

માણસ ચાલતો નથી,

પરીસ્થીતી ધકેલે છે.

Posted in ચાંદરણા | No Comments »