કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for May 22nd, 2007

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on May 22, 2007

કેટલાક સંબંધો કાચ જેવા હોવાથી તુટે છે.

Posted in ચાંદરણા | No Comments »

નથી કરવાનો – સુનીલ શાહ

Posted by સુરેશ on May 22, 2007

કહી દો આ સૌ પારેવાંને,
હવે ચણ નથી નાખવાનો.

કુણી લાગણીઓની અંદર
ટપકતાં આંસુ નથી લુછવાનો.

કાચીંડા સમ આ જીવનમાં,
હવે રંગબાજી નથી કરવાનો

ને સંવેદનાની બુઠઠી કીનારને
હવે ધારદાર નથી ઘસવાનો.

તોરણો ભલે બંધાયા માંડવે
યાદોને વીદાય નથી આપવાનો.

ને પીંડ ભલે બંધાય ગઝલનો
શબ્દોને રમત નથી રમાડવાનો.

સુનીલ શાહ

         સુનીલભાઇએ બહુ ઉદારતાપુર્વક અમારી નવી મૈત્રીના નાતે, મને તેમની રચનાઓ મારા સંઘેડા પર ચઢાવવા માટે ‘પાવર ઓફ એટર્ની’  આપ્યો છે (!) , તેના સહારે નીચેનો સંઘેડા-ઉતાર કર્યો છે તે પણ વાંચશો !

કહી દો આ સૌ પારેવાંને
ચણ કોઇ ધરશું નહીં.

કુણી લાગણીઓની ભીતર,
ટપક અશ્રુ લુછશું નહીં.

કાચીંડા સમ આ જીવનમાં,
રંગ અમે સજશું નહીં.

સંવેદનની બુઠ્ઠી ધારને,
સારણ પર ઘસશું નહીં.

અશોક પર્ણ બંધાય માંડવે,
તવ યાદને તજશું નહીં.

ગઝલ પીંડ બંધાય માંડવે,
શબ્દ રમત રમશું નહીં.

       આ એક વીચાર વીમર્શ અને રચનાત્મકતાની પીઠીકા છે, આથી નવોદીતોને વીનંતી કે મારી આવી બાળ-હરકતો સુનીલભાઇની જેમ ઉદાર મને સાંખી લે

નવી જોડણીની જેમ ……

Posted in ગઝલ, સુનીલ શાહ | 8 Comments »

22 - મે - વ્યક્તીવીશેષ

Posted by સુરેશ on May 22, 2007

રમણલાલ જોશી નો જન્મદીન  - 1926 ; હીરપુરા જી. મહેસાણા   

ત્રીભુવન ગૌરીશંકર વ્યાસ નો જન્મદીન  - 1888 ; સેંજળ વી. ભાવનગર  

  • “ઘોર અતીવંકી ધરતી ને વંકા પથરાયા બહુ પ્હાડ
    વીકટ અને વંકા પગરસ્તા, ગીચ ખીચોખીચ જામ્યાં ઝાડ.”
  • ‘કાન્ત’ ના સમકાલીન કવી  

_______________________________________________

Posted in કેલેન્ડર | No Comments »