પુછ ના મુજને, રીસાવું પ્રેમમાં કાં ના ગમે ?
હર પળે તુજ યાદમાં ભીંજાવું ગમે ?
ને ચઢી કાંધે, સજી શણગાર સોળે મ્હાલવું
સ્નેહ ભીનાં નયનને તડપાવું ગમે ?
નભ અને ધરતી તણા, એ સુભગ મીલનસ્થાન પર
ક્ષીતીજની યે પાર ખોવાવું ગમે ?
કલ્પનાની પાંખથી, નીલ ગગનને યે આંબતાં
કદી સુરીલ, કે વળી બેસુરીલ થાવાનું ગમે ?
દીલ તણા ઘાવોની, ઝગમગતી બનીને આરસી
મુજ અશ્રુઓને, શું હવે વહેવું ગમે?
હા. હવે તારા મીલનની મોહ ભરપુર આશમાં
આવું, તેવું ને બધું સહેવું ગમે.
- સુનીલ શાહ