ચક્કર ચલાવવું હોય તો કુંભાર જેવું ચલાવો.
કંઇક નવસર્જન થાય.
Posted by સુરેશ on May 27, 2007
ચક્કર ચલાવવું હોય તો કુંભાર જેવું ચલાવો.
કંઇક નવસર્જન થાય.
Posted in ચાંદરણા | No Comments »
Posted by સુરેશ on May 27, 2007
શાર્દુલવીક્રીડીત
ગણ - મ સ જ સ ત ત ગા
રાગ - ઉગે છે સુરખી ભરી રવી મ્રુદુ , હેમંતનો પુર્વમાં.
——————————————————————
પોશ્યાં તેં તરુ, જીવ, જંતુ, ખગ ને પાણીતણાં જીવ સૌ,
હીરા, માણીક, પોખરાજ જનમ્યા તારા જ મા, ગર્ભમાં.
કારુણ્યે નીજ અંકમાં ઝીલી લીધી તેં રે! દુખી જાનકી,
ગાઉં હું ગુણગાન કેવી રીતથી, તારાં ધરા માવડી.
——————————————————————
હું આજે સવારે આવું કાંઇક લખવા વીચારમગ્ન થઇ બેઠો હતો ત્યાં મારી દીકરીએ મને પુછ્યું - ‘પપ્પા! કેમ કંઇ ચીંતામાં છો?’
મેં મારી વ્યથા કે પ્રસવવેદના જણાવી !
પછી તે મારી મદદે આવી અને આ રચના અમારા સંયુક્ત પ્રયત્નોથી સર્જાઇ ગઇ!!! અને વળી મારા ગુરુજી શ્રી. જુગલકીશોર વ્યાસની સમયસરની ટીપ્પણીથી થોડી વધારે વ્યવસ્થીત પણ બની. આભાર ગુરુજી !
પ્રથમ વાર 26, મે, 2007 ના રોજ ‘ સર્જન સહીયારું’ પર પ્રકાશીત
Posted in ઋચા, શ્લોક, સુરેશ | 1 Comment »