કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for June 2nd, 2007

રહીશું - સુનીલ શાહ

Posted by સુરેશ on June 2, 2007

સંબંધોના સથવારે મળતા રહીશું.
એકમેકના પ્રેમમાં ઓગળતા રહીશું.

ને સજાવી વસંતોની એ યાદોને.
છેવટે પાનખરમાં નીખરતાં રહીશું.

આમ તો વસીએ ભુમી પર પણ,
નભના તારા સમ ખરતા રહીશું.

નથી આમતો હું ચાંદનીનું તેજ,
પણ અમાસમાંય મળતા રહીશું.

ખેલ નીત નવા દેખી આ જગતના,
સાપસીડીમાં સદાય લપસતાં રહીશું.

ઉગે સુર્ય આથમણે કદીક જો,
તો ગગનમંડળે સદા ચમકતા રહીશું.

સુનીલ શાહ

શ્રી. જુગલકીશોર વ્યાસનો આભાર, મુળ રચનાને મઠારી આપવા માટે.

આને હું જોઇન્ટ સેક્ટરની કવીતા કહીશ !

Posted in ગઝલ, સુનીલ શાહ | 2 Comments »

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on June 2, 2007

માંકડ એ એવી બ્લડબેન્ક છે

જ્યાં બધા વર્ગનું લોહી મળી રહે છે.

Posted in ચાંદરણા | No Comments »