Archive for June 3rd, 2007
નવી જોડણી - સુનીલ શાહ
Posted by સુરેશ on June 3, 2007
નવી જોડણીનો સંવાદ થાવા દો,
વીચાર વલોણું આમ વલોવા દો.
ફાડો છેડો, વીસંગતતાઓનો હવે,
ગુર્જરીને સરળતાથી વહેવા દો.
નથી સવાલ સાચા-ખોટાનો આ,
ભાશાને સરળ, સફળ થાવા દો.
વાત ભલેને કરો સુંદરતાની,
જનસમાજને તે વાપરવા દો.
અસંમતીનો સુર રાખી અકબંધ,
નવા વીચારને અજમાવવા દો.
- સુનીલ શાહ
Posted in ગઝલ, સુનીલ શાહ | 1 Comment »
આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’
Posted by સુરેશ on June 3, 2007
દેશને જ નહીં,
કુતરાને પણ પોતાની સરહદ હોય છે.
Posted in ચાંદરણા | No Comments »