કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for June 4th, 2007

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on June 4, 2007

અસમાન ઘરો

સમાન ઇંટથી જ ચણાયેલા હોય છે.

Posted in ચાંદરણા | No Comments »

એ ય દીકરી - સુરેશ જાની

Posted by સુરેશ on June 4, 2007

નહીં દઉં તને મારી ઝાંસી ઓ ગોરા!
ચડી અશ્વ લક્ષ્મી લડી એ ય દીકરી.

બધીર, બાળપણથી, અને મુક અંધ,
હેલન વીદેશી, વીદુશી એ દીકરી.

હતી ગારગી એક વેદાંત જ્ઞાની,
સભાઓ ગજવતી, વળી એ ય દીકરી.

કરુણાની મુર્તી, ઘવાયાની શાતા,
ફ્લોરેન્સ બુલબુલ, અહો એ ય દીકરી.

ત્યજ્યું કેવા દુખથી એ મહીયર મધ્રુરું !
શ્વસુરગૃહ સડી જીંદગી, એ ય દીકરી.

કળી કુમળી, પીંખી, મસળી હવસમાં
સરે આમ કોઠે, અરેરે! એ દીકરી.

ભણેલી છતાંયે અભણ શાણપણમાં,
જલાવ્યું સ્વ-ઘરને અરે! એ ય દીકરી.

કરે કુથલી, કેવી સખીઓની સંગે,
અદેખાઇમાં જે જલી એ ય દીકરી.

બની માત જેણે જીવનને દીપાવ્યું,
ગુણોથી ભરેલી હતી એ ય દીકરી.

3 - જુન, 2007ના રોજ ‘સર્જન સહીયારું ‘ પર પહેલી વાર પ્રકાશીત

Posted in ગીત, સુરેશ | 2 Comments »

4 - જુન - વ્યક્તીવીશેષ

Posted by સુરેશ on June 4, 2007

ઘનશ્યામ દેસાઇ  નો જન્મદીન -  1934, દેવગઢબારીયા ; જી. પંચમહાલ

રણજીતરામ મહેતા ની પુણ્યતીથી -  1917, મુંબાઇ

  • નીબંધલેખક અને ગુજરાતી સાહીત્ય પરીષદના પ્રણેતાઓમાંના એક
  • તેમના નામથી ગુજરાતી સાહીત્યનો સર્વોચ્ચ સુવર્ણ ચ ન્દ્રક આપવામાં આવે છે. 
  • જીવનઝાંખી

Posted in કેલેન્ડર | No Comments »